બનાસકાંઠામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળને લઈ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઘી અને માવાના નમૂનાઓના સેમ્પલ ફેલ થતા બનાસકાંઠા જિલ્લામાં 10 પેઢીઓને રૂ. 26 લાખનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાહેર જનતાના આરોગ્યના હિત માટે લેવામાં આવેલા ઘી અને મીઠાના 10 સેમ્પલ ફેઇલ થતા વેપારીઓને 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.













