બારડોલી સ્ટેશન રોડ સ્થિત હીરાચંદ નગરના આરાધના ભવનમાં પદ્મદર્શનવિજયજી મહારાજ અને મુનિ પ્રેમદર્શનવિજયજી મહારાજની પધરામણી થઈ હતી.


ધર્મસભામાં પદ્મદર્શનજીએ જણાવ્યું હતું કે, આજે માણસને સાચા બનવા કરતાં સારા દેખાવામાં વધુ રસ છે. સારા બનવા માટે ત્યાગ અને સમર્પણ જોઈએ. આજે ત્યાગ કરતાં રાગનું આક્રમણ વધુ છે. ત્યાગનું સ્થાન ભોગવાદે લીધું છે. ભૌતિકવાદે માઝા મૂકી છે. જે મળ્યું છે તે ઓછું જ લાગે છે. વધુ ને વધુ મેળવવા માટે પ્રયાસો ચાલુ જ છે. જે મળ્યું છે તેમાં પણ ફરિયાદોની યાદી બહુ લાંબી છે. સારા દેખાવા માટે માણસ ભૂખ, તરસ, ટાઢ-તડકો વગેરે વેઠવા તૈયારી રાખે છે. જેની જરૂરિયાત નથી તે વધુ લાવીને ઘરને માણસ ગોડાઉન બનાવી રહ્યો છે. કેટલોક વર્ગ એવો છે કે ઉનાળામાં તાપમાં પહેરવા માટે ચંપલ, સ્લીપર અને સેંડલ વગેરે કશું જ નથી. જ્યારે કેટલોક વર્ગ એવો છે કે ઘર બૂટ- ચંપલની દુકાન બની છે. દેખાડા ખૂબ વધ્યા છે. સરહદ પરના યુદ્વમાં જીવવા માટે સંઘર્ષો કરવા પડે. આતંકવાદને પોષતા અને છમકલા કરતા પાકિસ્તાન સામે ભારતીય સેનાએ લાલ આંખ કરીને બોધપાઠ શીખવવો પડે, આપણે ક્યાં સુધી સહન કરીશું. સરહદના યુદ્વ માટે સંઘર્ષ જરૂરી છે.


  • Follow us on: