• બે મોટરસાઈકલ સહિત મકાનની ઘર વખરી બળીને ખાખ

  • 9 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
  • હત્યાના બનાવ અન્વયે મામલો તંગ બન્યો

બરવાળા મુકામે રાવળ શેરી વિસ્તારમાં મકાનની દિવાલ બનાવવાની જૂની અદાવતમાં તિક્ષ્ણ હથિયારના ઘાઝીંકી યુવાનની હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી છે આ બનાવના આરોપીઓને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કરી દીધા છે ત્યારે હત્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડતાં આરોપીના મકાનને આગ ચંપી બે મોટર સાઈકલ સહિત મકાનની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ આગની જાણ થતાં જ બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બરવાળા નગરપાલિકા ફયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ બનાવને લઈ પંથકમાં ચકચાર સાથે વાતાવરણ તંગ બની ગયું હતું.

આ ચકચારી બનાવ અંગે મળતી વિગત અનુસાર બરવાળા બોટાદ જિલ્લાના બરવાળા શહેર ખાતે રાવળ શેરી વિસ્તારમાં તારીખ 14/01/2023 ના રોજ બપોરના 1:45 વાગ્યાના અરસામાં એક જ પરિવારના વ્યક્તિઓ વચ્ચે મકાનની દિવાલ ચણવા જેવી નજીવી જૂની અદાવતમાં મારામારી સર્જાઇ હતી જેમાં આરોપી દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા સંજયભાઈ ઉફે લાલાભાઇ બટુકભાઇ બેલમ (ઉ.વ.38) (રહે.બરવાળા)ને ગંભીર લોહિયાળ ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ હત્યાના બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે બનાવ ને લઈ બરવાળા પોલીસ દ્વારા બનાવના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતી.જ્યારે પોલીસે મુકેશભાઈ ધૂડાભાઈ બેલમ, વાસુભાઈ ઉફે દીકુ મૂકેશભાઈ બેલમ, જયદિપભાઈ મૂકેશભાઈ બેલમ, કાળુભાઈ મૂકેશભાઈ બેલમ વિરુધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી ચારેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી આગળની તપાસ આઈ.એસ.રબારી (પોલીસ સબ ઇન્સ્પેકટર) બરવાળા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે.

ત્યારે બરવાળાના રાવળ શેરી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તારીખ :- 22/01/2023 ના રોજ બપોરના 2 વાગ્યાના સુમારે સંજયભાઈ બેલમના હત્યાના આરોપીઓના મકાનને આગ ચાંપી હતી. બનાવ અંગે વનિતાબેન મૂકેશભાઈ બેલમ દ્વારા બરવાળા પોલીસ મથકમાં એ મતલબ ફરીયાદ નોંધાવેલ છે કે ફરીયાદના પિતા તેમજ દીકરીઓ દ્વારા આરોપી રાકેશ તથા ભાવેશ ના ભાઈ નું ખૂન કરેલ હોય જેનું મનદુઃખ રાખી ફરીયાદ ને ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ ઘર સળગાવી દેવાની ધમકી આપેલ હતી જે તારીખઃ- 22/01/2023 ના રોજ કોઈ જગ્યાએ કાવતરૂ કરી ફરીયાદનું તથા ફરીયાદના દિયરનું ઘર સળગાવી ઘર વખરી તેમજ બે મોટરસાઈકલ સળગાવી દઇ આશરે 10 લાખનું નુકસાન કરવા અંગે આરોપી રાજેશ બટુકભાઇ બેલમ, ભાવેશ ઉફે કાળુ બટુકભાઇ બેલમ , બટુક રઘાભાઈ બેલમ, આરીફ્ ઉફે હકીમ ફ્કીર, પ્રવિણભાઈ મોરી, પ્રકાશ કાનજીભાઈ બેલમ, હકા મૂળજીભાઈ, કિશોર અરવિંદભાઈ બેલમ, રણજીત ઘનશ્યામભાઈ બેલમ (તમામ રહે, બરવાળા,તા.બરવાળા,જી.બોટાદ) વિરુધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આઈ.એસ.રબારી(પીએસઆઈ-બરવાળા) ચલાવી રહ્યા છે.


  • Follow us on: