• કર્મચારીઓને સીપીઆર ટ્રેનિંગ આપીને સજ્જ કરાયા

  • મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે બેઝિક લાઇફ સપોર્ટ ટ્રેનિંગ યોજાઇ
  • ટ્રેનિંગ અન્ય લોકોના જીવ બચાવવા અસરકારક સાબિત થશે તેવી આશા

આણંદ ઝાયડસ હોસ્પિટલ ખાતે કલેક્ટર પ્રવિણ ચૌધરીની ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે બેઝિક લાઇફ સપોર્ટ ટ્રેનિંગ યોજાઇ હતી. આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યુ હતુ કે નાની ઉંમરે હાર્ટએટેકના વધતા કેસોને ધ્યાને લઇ જિલ્લાના તમામ નાગરિકોએ સીપીઆરની ટ્રેનિંગ લેવી જોઇએ. કલેક્ટરે આ ટ્રેનિંગ અન્ય લોકોના જીવ બચાવવા અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ઝાયડસ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસીન નિષ્ણાંત ડૉ. મિહિર આચાર્ય અને ડૉ. આરવિંદ પરમારે બેઝિક ડોમીસ્ટીક એક્સિડેન્ટસ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને પ્રાથમિક સારવાર વિશે માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ ડૉ. ખંજન શાહે સી.પી.આર થકી હાર્ટએટેકના દર્દીને બચાવવા માટે કઇ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઇ સ્થિતિમા પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવુ તે અંગે પ્રેકિટકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યુ હતું. સીપીઆર પદ્ધતિમાં કાર્ડિયાક અ્રેરેસ્ટ સમયે છતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છેજેનાથી વ્ચક્તિનો જીવ બચાવી શકાય ચે. આ ટ્રેનિંગમાં કલેક્ટર પ્રવિણ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આર.એમ.દેસાઇ, પ્રાંત અધિકારી વિમલ બારોટ,જિલ્લા પુરવઠા અધિકારી શિવાંગી શાહ, જિલ્લા આયોજન અધિકારી જે.સી.રાવલ તેમજ મામલતદારો સહિત મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા


  • Follow us on: