ગુજરાત પ્રવાસન વિભાગ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી ઉનાનાં અહેમદપુર માંડવી ખાતે ત્રિ-દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે જેમાં નામાંકિત ગાયક કલાકાર અનુપશંકરે હજ્જારો લોકોને ડોલાવ્યાં.તો વિવિધ સ્ટોલે અનેરું આકર્ષણ જમાવ્યું.તાલાળા ગીરનાં ધારાસભ્ય અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ મંચ પરથી લોકો સાથે ગરબે રમ્યા.
ત્રિ-દિવસીય શાનદાર બીચ ફેસ્ટિવલનું આયોજન
ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં અહેમદપુર માંડવી બીચ પર ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમ વખત ત્રિ-દિવસીય શાનદાર બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે.આજે બીચ ફેસ્ટિવલના રંગારંગ કાર્યક્રમનો પ્રથમ દિવસ હતો.અહેમદપુર માંડવીનો સમુદ્ર કિનારો અદભૂત છે.ત્રણથી ચાર કિલોમીટર લાંબો સીધો બીચ છે.સોનેરી કિરણો સમ ચમકતી રેતી અહીંની શોભા વધારે છે.સાંજના સાત કલાકે ફેસ્ટિવલનો શુભારંભ થયો હતો.તાલાળા ગીરનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા હવામાં ફુગ્ગા તરતા મૂકી બીચ ફેસ્ટિવલની શાનદાર શરૂઆત થઈ હતી.સંગીત સંધ્યામાં દેશના પ્રખ્યાત ગાયક અનુપશંકરે હજારો લોકોને તેના સુમધુર અવાજથી ડોલાવ્યાં હતા.ખુબ જ ટૂંકાગાળામાં સુંદર અને સફળ આયોજન ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના બીચો પણ સુંદર છે
ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં ઘણાં એવા સમુદ્ર તટ છે જે અન્ય રાજ્યોના બીચને પણ ટક્કર મારે તેવા છે.તે પૈકીનો એક બીચ એટલે ઉના તાલુકાનાં અહેમદ પુર માંડવીનો બીચ. આ બીચ અત્યાર સુધી બહારના પ્રવાસી ઓ માટે અજાણ્યો હતો.ગીર સોમનાથ કલેકટરના ધ્યાને આ બીચ આવ્યો. તેઓએ ગુજરાત સરકારમાં રજૂઆત કરી અને સફળતા મળી.ગુજરાત ટુરિઝમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ સાથે મળી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું.
ટુરિઝમ વધવાથી સ્થાનિક રોજગારી પણ વધશે
આ બીચ ફેસ્ટિવલનો હેતુ ગુજરાતનું ટુરિઝમ વધારવા અને અજાણ્યા સ્થળોને પ્રવાસીઓ જાણી અને માણી શકે તે રહેલો છે.આ ઉપરાંત આ સ્થળે ટુરિઝમ વધવાથી સ્થાનિક રોજગારી પણ તો ગુજરાતના પ્રવાસી ઓને સમુદ્રી તટનો આનંદ માણવા ગુજરાત બહાર જવાની જરૂર પણ નહીં રહે.આથી વિશેષ દેશનાં અને વિશ્વના પ્રવાસીઓના ધ્યાનમાં આવા સમુદ્રિય તટ આવે તો તેઓને પણ અહીં ફરવા આવવાની ઉત્કંઠા વધે તે સ્વાભાવિક છે.
માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ
પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઈ પર્યટનને લઈને વિશાળ તકો ઉપલબ્ધ છે જેને ધ્યાને રાખીને રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા જાન્યુઆરી મહિનાની 24,25 અને 26 તારીખે વિવિધ રમતોત્સવ ફૂડ ઝોન અને અન્ય ગતિવિધિનું આયોજન કરાયું છે અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઊભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઇન્ટ પણ છે વધુમાં અહેમદપુર માંડવી બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે જેને કારણે અહીં દરિયાઈ આધારિત વોટર સપોર્ટની પણ ખૂબ મોટી શક્યતા છે વધુમાં આ વિસ્તારના ખારવા સમાજ અને તેમની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લો ની પરેડનું આયોજન પણ આગામી ત્રણ દિવસ થનાર છે વધુમાં રાત્રીના સમયે બીચ પર લેઝર શોનું આયોજન પણ કરવામાં આવશે જેના થકી પ્રવાસીઓને અહીં આકર્ષિત કરી શકાય વધુમાં કોઈ પણ પ્રવાસન સ્થળને જીવંત રાખવા માટે ફુડઝોન ખૂબ જ મહત્વનું બને છે જેથી આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ ફૂડ ઝોનને પણ પ્રવાસીઓની અનુકૂળતા મુજબ શરૂ કરવામાં આવશે રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચ ને પ્રવાસનના નવા સ્થળ તરીકે વિકસાવાનુ આયોજન પણ થયું છે જેને ધ્યાને રાખીને ખાસ ત્રણ દિવસનું વિશેષ આયોજન પણ કરવામાં આવશે.









