- વડનગરમાં ઘેરૈયા ચૌદશની વર્ષો જૂની પરંપરા
- ઘેરૈયા ચૌદશની પરંપરા પાછળ જોડાયેલી છે પ્રાચીન દંતકથા
- ભક્ત પ્રહલાદના હોલિકા દહન સાથે જોડાયેલી છે આ દંતકથા
ઈતિહાસિક નગરી વડનગરમાં આજે પણ મોઢ બ્રાહ્મણો દ્વારા 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશની પરંપરાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પરંપરા સાથે જોડાયેલી છે ભક્ત પ્રહલાદના હોલિકા દહન સાથેની દંતકથા. આ ઉજવણીમાં સ્થાનિકો પુત્રપૌત્રદીક અને સુખાકારી હેતુ ઈશ્વરીય શક્તિની આરાધના કરે છે.
ભારત એ વિભ્ભીનતામાં એકતાનો સમન્વય ધરાવતો એક દેશ છે જ્યાં તમામ ધર્મના પર્વો ખુશીઓ સાથે ઉજવવામાં આવે છે. હોળીના પર્વ પહેલા મોઢ બ્રાહ્મણો દ્વારા ઈતિહાસિક નગરી વડનગરમાં એક દંતકથા પ્રમાણે શરુ થયેલી ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરા આજે પણ ઉજવણી કરાઈ છે. વડનગરમાં વર્ષો જૂની આ પરંપરા પાછળ ભક્ત પ્રહલાદની હોલિકા દહનની ઘટનામાં હિરણ્ય કશ્યપ દ્વારા રાજ્ય સભામાં અસુરી વૃતિ સાથે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે મોઢ બ્રાહ્મણો દ્વારા અસુરી શક્તિ પર વિજય મેળવવા ગામમાં છડી સાથે સરઘસ કાઢી ભોમ છડી'ના નાદ સાથે હોલિકા દહન પહેલા ભક્ત પ્રહલાદ માટે પ્રાથના કરવામાં આવી હતી અને અંતે અસત્યનો પરાજય અને સત્યનો વિજય થતા વર્ષો થી આ ઘેરૈયા ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. વડનગરમાં ઉજવાતી 800 વર્ષ જૂની ઘેરૈયા ચૌદશે બ્રહ્મ સમાજના યુગલો પોતાના પ્રથમ સંતાનની પ્રાપ્તિએ દીકરી કે દીકરાને લઇ ઘેરૈયા ગુમે છે અને અન્ય લોકો પણ લાકડીના સાંઠા સાથે ગરબાની જેમ જુદી જ પ્રકારે ઘેરૈયા ખેલે છે. આ ઉજવણી કરતા સ્થાનિકોની માન્યતા પ્રમાણે પુત્રપુત્રાદીકની પ્રાપ્તિ, ધનધાન્યની વૃદ્ધિ અને આયુ આરોગ્યના કલ્યાણ માટે ઘેરૈયા ચૌદશ આજે પણ વડનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવી રહી છે.










