- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષોમાં જીગ્નેશ મેવાણીનું પણ નામ
- લલિત કગથરા અને ઋત્વિક મકવાણાની પણ નિમણૂંક
- અગાઉ 26 લોકસભા બેઠક માટે ઑબ્ઝર્વરની નિમણૂંક કરી હતી
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે. ગઈકાલે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે ઓબ્ઝર્વરની નિમણૂંક કર્યા બાદ હવે 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે.
કોંગ્રેસ પાર્ટીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા મુજબ, લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરિશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સરકારના અનેક મંત્રીઓ તેમજ પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને લોકસભા બેઠકો માટે ઑબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. જે પૈકી કચ્છ સંસદીય બેઠક માટે શાલે મોહમ્મદ અને ઈન્દ્રીજીતસિંહ ગુર્જર, બનાસકાંઠા માટે અશોક ચંદાના, મહેસાણા માટે ઉદયલાલ અંજના, વલસાડ માટે નીતિન રાઉત અને અન્ય સંસદીય વિસ્તારો માટે અન્ય નેતાઓને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.