• મંદિરોમાં આજે દેવ-દેવીઓની પ્રતિમાઓના સુંદર શૃંગાર કરવામાં આવ્યા

  • મંદિરોમાં હવે ચાર્તુમાસના રીતરિવાજ મુજબ ધાર્મિક કાર્યો થશે
  • આજે અષાઢ સુદ અગિયારસના પાવન પર્વથી ચાર્તુમાસનો આરંભ થયો

આજે અષાઢ સુદ અગિયારસના પાવન પર્વથી ચાર્તુમાસનો આરંભ થયો છે. આણંદ સહિત જિલ્લાના વિવિધ મંદિરોમાં આજે દેવશયની એકાદશીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં આજે દેવ-દેવીઓની પ્રતિમાઓના સુંદર શ્રૃંગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાવિકો દર્શન માટે ઉમટયા હતા.

હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ દેવશયની એકાદશીને દેવ પોઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજથી હિન્દુ ધર્મના રીતરિવાજ મુજબ હવે માંગલિક કાર્યો પર બ્રેક લાગશે. આ વખતે તો અષાઢ બાદ અધિક શ્રાવણ માસનો આરંભ થશે. જેના કારણે માંગલિક કાર્યોનો આરંભ થતા હવે વધુ એક માસ લાગશે.

જૈનમુનિની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

આણંદમાં પ્રવચન પ્રભાવક પૂ. આ. કીર્તિયશ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. મુનિન્દ્રયશ વિજય પ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિઠાના-3 તથા સાધ્વીજી ભગવંત પ્રશમિતાશ્રીજી મ.સા.ના શિષ્યા આદિઠાના-4 આનંદ મંગલ આરાધનાધામમાં પધાર્યા છે. જેઓની નિશ્રામાં ચાતુર્માસ નિમિત્તે પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાશે.


  • Follow us on: