બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકામાં
ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત છે. 3 દિવસમાં બાલાપરમાં 260 જેટલા મકાન તોડ્યા છે. 60800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દુર કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. હજુ પણ આ કાર્યવાહી યથાવત રહેશે. મળતી માહિતી મુજબ, બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલિશનનો ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત છે. ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ત્રણ દિવસમાં કયા કયા ગેરકાયદેસર બાંધકામો તોડાયા અને આ બાંધકામો તોડીને રાજ્યની સરકાર ભૂમાફિયાઓને ચેતવણી આપી રહી છે.
નોંધનીય છે કે, દબાણ દૂર કરવાના અભિયાન હેઠળ ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલાં બેક ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલી હજર પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ધાર્મિક માળખાને તોડતા પહેલાં ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હતી. દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.
કાયદાકીય કાર્યવાહી બાદ એક્શન લેવાયો
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન
- ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત
- 3 દિવસમાં બાલાપરમાં 260 જેટલા મકાન તોડ્યા
- 60800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દુર કર્યું
- 35 કરોડથી વધુ કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા
- ઓખા મંડળ વિસ્તારમા 3 ધાર્મિક સ્થળો તોડી પાડ્યા
- 1 હજાર સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડેપગે
આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં હજારો ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 25 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે. જેને ત્રણ નોટિસ આપવામાં આવી હતી..









