ભાભર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રીની ઘટના કારણે કપરૂપુર,ચચાસણા,મોતીસરી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર રહે છે.


ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાઇ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે પંચાયતો જાણે કે નધણીયાતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ રેગ્યુલર ના આવતાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે પંચાયતો બંધ હાલતમાં જોવા મળે છે. અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા તેમજ અન્ય કોઈ કામ હોય તો તલાટીના સહી સિક્કા કરાવવામાં માટે અન્ય ગ્રામ પંચાયતોમાં તેમજ ભાભર સુધી લાંબુ થવું પડે છે. જાણવા મળતી વિગત મુજબ, ભાભર તાલુકાના કપરુપુર, મોતીસર, ચચાસણા અને બુરેઠા સહિત ચાર ગામ વચ્ચે એક જ તલાટી હોઈ અઠવાડીયામાં એક જ દિવસ તલાટી ફાળવવામાં આવે છે. જ્યારે ચચાસણા ગામની મુલાકાત લેતા ગામના લોકોએ એવું જણાવ્યું હતું કે, તલાટી અઠવાડીયામાં એક દિવસ આવે છે અને થોડો સમય રહે છે. જો અઠવાડીયામાં એક દિવસ તલાટી આવતા હોય તો અન્ય દિવસોમાં તલાટીનું કામ હોય તો તલાટીને અન્ય ગ્રામ પંચાયતે અથવા ભાભર જઈને અરજદારને સહી સિક્કા કરવા પડે છે.

 અત્રે ઉલ્લેખની એ છે કે, અઠવાડીયામાં એક દિવસ જો તલાટી આવતા હોય તો ગામ લોકોને સહી-સિક્કાનું કોઈપણ તલાટીનું કામકાજ હોય તો એક જ દિવસ તલાટી મળે છે. બાકીના દિવસોમાં તલાટીના કામ માટે અન્ય ગ્રામ પંચાયત અથવા ભાભર જવું પડે છે જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભાભર તાલુકા પંચાયતનો વહીવટ કથળ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાભર તાલુકા પંચાયતને પુરતાં તલાટી કમ મંત્રી આપવામાં આવે તે જરૂરી છે.

દરેક પંચાયતમાં એક-એક દિવસ આપું છું : તલાટીમંત્રી

આ બાબતે કપરૂપુર તલાટી નાથુભાઈને પુછતા જણાવ્યું હતું કે, હું કપરૂપુર અને મોતીસરીમાં તલાટી કમ મંત્રી તરીકે છું. ચચાસણા તેમજ બુરેઠા મને ચાર્જમાં આપ્યું છે જેથી કરીને હું દરેક ગ્રામ પંચાયતોમાં અઠવાડીયામાં એક વાર હાજર રહું છું. જેમાં કપરૂપુર મંગળવારે, ચચાસણા સોમવારે, મોતીસરી શુક્રવારે,બુરેઠા બુધવારે તેમજ ગુરુવારના દિવસે ભાભર તાલુકા પંચાયતમાં મીટીંગ હોય છે તેવું જણાવ્યું હતું.


  • Follow us on: