ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ ડીટોક્સ ઈન્ડિયા પ્રા. લી. નામની કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં બ્લાસ્ટ થયો. આ દુર્ઘટના દરમિયાન નજીકમાં કામ કરી રહેલા શ્રમિકોમાંથી ચાર શ્રમિકોના મોત નીપજ્યા છે. પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. GIDC પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી.


[[$googlead]]

પ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર GIDCમાં ડીટોક્સ ઈન્ડિયા નામની કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન જ સ્ટીમ પ્રેશર પાઈપ ફાટી હતી જેના પગલે નજીકમાં કામ કરતાં ચાર કામદારો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. આ મામલે ફેક્ટરી ઈન્સ્પેક્ટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન એવા સવાલો ઊઠવા લાગ્યા છે કે અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં કેમ રાખવામાં આવતા નથી. વહીવટીતંત્ર આ મામલે કોઇ મજબૂત કાર્યવાહી કેમ નથી કરતું? કે જેથી કરીને શ્રમિકોના જીવ બચાવી શકાય.

  • Follow us on:

[[$alsoread]]