• ભરૂચ કોર્ટમાં એસીબીએ આરોપીને પકડવા ટ્રેપ કરી હતી
  • વકીલ સલીમ મન્સુરી ચાર લાખની લાંચ લેતા ઝડપાયો
  • ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે લાંચ માગી હતી

ભરૂચ કોર્ટમાં એસીબી એ ટ્રેપ કરી હતી. જેમાં વકીલ સલીમ મન્સુરી ચાર લાખની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવવા માટે લાંચ માગી હતી.

એક જાગૃત નાગરીક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપી તરીકે સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરી, વકીલ (ખાનગી) સેસન્સ કોર્ટ, ભરૂચ, રહે.ગામ-કાસદ, તા.ભરૂચ, જિ.ભરૂચ છે. ગુન્હો આજ તા.૨૩/૦૮/૨૪ના રોજ બન્યો હતો. આરોપીએ 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી. 4 લાખ રૂપિયાની લાંચ આરોપીએ સ્વીકારેલ હતી. એ.સી.બી. દ્વારા 4 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ બનાવ જુની ભરૂચની મામલતદાર કચેરીની સામે બન્યો હતો.

આ કેસની ટૂંકી વિગત

આ કામનાં ફરીયાદીનાં વિરુદ્ધ ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 2022માં ગુનો દાખલ થયેલ હતો અને તેમનાં વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં, ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજી. સાહેબની કોર્ટમાં કેસ ચાલી રહેલ છે અને હાલ ફાઈનલ દલીલો બાકી પર છે. આ કામનાં આરોપી એ ફરિયાદીની તરફેણમાં જજમેન્ટ અપાવવા માટે રૂપીયા પાંચ લાખની લાંચની માંગણી કરેલ તે પૈકી આજરોજ રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયેલ હતો.

પરંતુ ફરીયાદી લાંચનાં નાણા આપવા માંગતા ના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા, આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચનાં નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગેહાથ પકડાઇ ગયેલ છે.

ટ્રેપીંગ ઓફીસર

એસ.એન.બારોટ, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ તેમજ મદદમાં પો.ઇ. ડી.બી.મહેતા, ફિલ્ડ - ૩, એ.સી.બી., સુપરવિઝન ઓફીસર એ. વી. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ.

  • Follow us on: