મોઝામ્બિક દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વિવાદસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં ત્યાં વસવાટ કરતા ભારતીયોની દુકાનો અને મકાનોને પણ આગ લગાડી લૂંટફાટ ચલાવવામાં આવી રહી છે.
જેમાં અનેક ગુજરાતીઓ ઘર વિહોણા બન્યા છે જેથી અન્ય લોકોના ઘરે શરણાર્થી બનીને રહેવા મજબુર બન્યા છે ત્યારે વતન ગુજરાતમાં રહેતા તેઓના પરિવારજનો ગુજરાત અને કેન્દ્રની સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશના અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે તેઓ પરિવાર સાથે રહીને પોતાનું અને પરિવારજનોની પણ આર્થિક મદદ કરી રહ્યા છે. આવા જ સાઉથ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં પણ અનેક ભારતીયો પરિવાર સાથે સ્થાયી થયા છે જેમાં ભરૂચ જિલ્લાના અનેક શહેરના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે ત્યારે ત્યાં કોઈ ચુકાદા બાદ ધમાલો ફાટી નીકળી છે જેમાં ત્યા રહેતા અને ધંધો કરતા અનેક ગુજરાતીઓની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે. આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.










