- ઉમરવાડા નજીક દારૂલ ઉલુમમાંથી કતલખાનું ઝડપાયું
- અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
- 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર શહેરના માર્ગ પર ઉમરવાડા ગામના દારૂલ ઉલુમમાંથી કતલખાનું ઝડપાયું છે. નાનકડાં ગામના રસ્તે આવેલી દારૂલ ઉલુમના રસોડામાં ગૌમાંસની કતલ કરાયેલી સ્થિતિમાં પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં આવેલા દારૂલ ઉલુમમાં ગૌની કતલ થતી હોવાનું સામે આવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે હાથ ધરેલી સઘન કાર્યવાહીમાં 165 કિલો ગૌમાંસનો જથ્થો કબ્જે લઈ ચાર શખ્સોની ગૌ કતલમાં સંડોવણી બદલ અટકાયત કરી હતી. જ્યારે બે શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










