ભરૂચમાં રહેતા અને દહેજની કંપનીમાં ફરજ બજાવતા મેહુલ કનુભાઈ પ્રજાપતિએ લગ્ન માટે ગુજરાતી સંગમ નામની મેટ્રીમોનિયલ સાઈટ પર આરોશી અગ્રવાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેણે COSTCOP STORE નામની ઈકોમર્સ વેબસાઈટ પર ખરીદ-વેચાણ કરી સારૂ કમિશન મેળવી શકાય છે તેમ જણાવતા તેમણે 10 સપ્ટેમ્બર 2024 ના રોજ 498 ડોલરનો ઓર્ડર લીધો હતો. જેમાં તેમને કમિશન સાથે 548 ડોલર મળ્યા હતા જેમાંથી 30 ડોલરં વિડ્રો કર્યા હતા. જેથી તેમને વિશ્વાસ થતા અલગ અલગ 10 એકાઉન્ટમાં કુલ 37 લાખ જમા કરાવ્યા હતાં. બાદમાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનુ જણાતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં તપાસમાં રાજકોટના અરજણ ઉર્ફે અજય વિઠ્ઠલભાઈ આસોદરીયાની પોલીસે તેની ધરપકડ કરી હતી.


અજય ગરીબ લોકોને ટાર્ગેટ કરતો હતો

10 વર્ષથી અરજણ ઉર્ફે અજય પત્ની અને પુત્ર સાથે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ રહી લોકોને અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓને સહકારી મંડળીમાંથી કે બેંકમાંથી લોન અપાવવાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવવાનું કહી ખાતેદારને તે 10 હજાર લોન પેટે આપી દર મહિને હજાર-હજાર કરીને પરત લેતો હતો.

જયદીપ વાડોલિયા મુખ્ય સુત્રધાર

પોલીસ પૂછપરછમાં અજય આસોદીયાએ કબુલ્યુ હતુ કે, સાયબર ફ્રોડના પૈસા તેના સાગરિતે જયદીપ વાડોલીયા તથા મોહિત ડેર સહિત સાથે મળી જમા કરાવી ટ્રાન્સફર કરાવી લીધા હતા. જયદીપ વાડોલીયા મુખ્ય સુત્રધાર હોવાનું પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યુ છે.


  • Follow us on: