ભરૂચના ઝગડિયામાં 2024મા 10 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા નિપજાવી હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. બાળકીને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ કેસમાં 72 દિવસમાં ચૂકાદો આવ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા અને 10 લાખનો દંડ ફટકાર્યો છે.


[[$googlead]]

આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બર 2024ના રોજ 10 વર્ષની બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કર્યું હતું. બાળકી પર આરોપીએ પાશવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર બાદ તેની હત્યા કરી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ત્યાર બાદ તેને કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો.

[[$alsoread]]

કેસનો 72 દિવસમાં ચૂકાદો આવ્યો

આ કેસમાં કાયદાકીય પ્રક્રિયામાં પોલીસ અને સરકારી વકીલે પ્રસંશનીય કાર્યવાહી કરી હતી. કોર્ટમાં ચાલી રહેલા કેસનો 72 દિવસમાં ચૂકાદો આવ્યો હતો. કોર્ટે આરોપી વિજય પાસવાનને હત્યા, અપહરણ અને દુષ્કર્મના કેસમાં ફાંસીની સજા અને 10 લાખનો દંડ ફટકાર્યો હતો. ગત 16 ડિસેમ્બરે બનેલી આ ઘટના રૂંવાડા ઉભા કરી નાંખનારી હતી. પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.


  • Follow us on: