ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરકારની જોગવાઇ મુજબ અઢી વર્ષના સમય ગાળા બાદ આજે સોમવારના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે બિનહરીફ ચેરમેન તરીકે વેલુગામના ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની નિયુક્તી કરવામાં આવી હતી. જ્યારે પ્રિયંક દેસાઇની વાઇસ ચેરમેન પદે નિયુક્તિ ચાલુ રાખવામાં આવી હતી. સતત તેર વર્ષના શાસન બાદ ચેરમેન પદેથી દિપક પટેલે નિવૃત્તિ જાહેર કરી હતી. ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વર્ષ 1954 થી વર્ષ 2017 સુધી ચૂંટણી બિનહરિફ જાહેર થતી હતી. જ્યારે વર્ષ 2017 માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપા પ્રેરીત પેનલના સુપડા સાફ થઇ ગયા હતા. જ્યારે કોંગ્રેસ અને જેડીયુ પ્રેરીત પેનલે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ અને જેડીયુ પેનલે 12-2 થી વિજય મેળવી ભાજપાના કમળ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. જો કે ત્યાર બાદ ઝઘડિયા એપીએમસીના તમામ સાભ્યોએ ભાજપાનો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપામાં પ્રવેશ કર્યો હતો. ઝઘડિયા એપીએમસીમાં સતત પાંચ વર્ષ તરીકે દિપક પટેલની વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તો સાડા સાત વર્ષ સુધી દિપક પટેલ ઝઘડિયા એપીએમસીના ચેરમેન પદે બિરાજમાન રહ્યા હતા, પરંતુ સરકારની જોગવાઇ મુજબ આજ રોજ સોમવારના 26-5ના રોડ પુનઃ એક વાર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આજ રોજ સર્વાનુમતે ચેરમેન તરીકે બિનહરીફ વેલુગામના ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની નિયુક્તી કરવામાં આવી હતી. તો વાઇસ ચેરમેન પદે ભરૂચ દૂધધારા ડેરીના ડીરેક્ટર અને ભાજપા આગેવાન પ્રકાશ દેસાઇના પુત્ર પ્રિયંક દેસાઇની નિમણુંકને વધાવી લેવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડિયના ધારાસભ્ય આગેવાનો હાજર રહ્યા હતા.

Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ









