- મગણાદ, કુંઢળ, બોજાદરા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં
- રહીશો જીવ ના જોખમે પોતાના પશુઓ બચાવવા પુરના ધસમસતા નીરમા બહાર નીકળતા નિહાળવા મળ્યા હતા.
- વહીવટીતંત્ર ધ્વારા પાણી છોડવામા આવતા જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી ની સપાટી મા વધારો થઈ રહયો છે
ઉપરવાસમા પડેલ વરસાદ ને પગલે વડોદરા આજવા સરોવર તથા દેવડેમ ની સપાટી મા વધારો થતા વહીવટીતંત્ર ધ્વારા પાણી છોડવામા આવતા જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદી ની સપાટી મા વધારો થઈ રહયો છે.ઢાઢર નદી આ લખાય છે ત્યારે 102 ફૂટ ની સપાટી એ પહોંચી છે
નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠા ના અસરગ્રસ્ત ગામો મગણાદ, બોજાદરા, કુંઢળ ના નિચાણવાળા વિસ્તાર મા પુર ના પાણી ફરી વળતા આ વિસ્તાર ના મકાનો મા પાણી પ્રવેશી ગયા છે. નદી ના નીર ભયજનક સપાટી ઉપર વહેતા જ જંબુસર ભરૂચ મુખ્ય માર્ગ પ્રભાવિત થયો છે. નદી ના નીર જંબુસર ભરૂચ માર્ગ ઉપર વહેતા થયા હતા અને તેને પગલે પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ, વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી, જંબુસર ના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમીયા સહિત નુ વહીવટીતંત્ર માર્ગ ઉપર ઉતરી ગયુ હતુ અને કોઈપણ જાત ની હાનિ ના થાય તે માટે પ્રયત્ન હાથ ધર્યા હતા આ દરમ્યાન એક બાઈક ચાલક માર્ગ ઉપર થી વહેતા ધસમસતા નીર મા થી બાઈક લઈ ને નીકળેલ હતો અને ઘસમસતા પાણી ના વહેણ મા બાઈક સાથે તણાયો હતો પરંતુ સદનસીબે બાઈક સહિત તેનો બચાવ થતા વહીવટીતંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. અને પાણી ના વધતા સ્તર ના કારણે જંબુસર ભરૂચ માર્ગ ને વાહનવ્યવહાર માટે બંધ કરાવી મગણાદ તરફ્ તથા આમોદ તરફ્ પોલીસ પોઈન્ટ ગોઠવી દીધા છે.નદી ભયજનક ની ઉપર પહોંચતા નદી કાંઠે આવેલ મગણાદ ના ખુનવગા તથા ચોરસીયા વગા મા પાણી ઝડપભેર ફરી વળતા ત્યા રહેતા કેટલાક ગ્રામજનો ને સહી સલામત બહાર કાઢવા પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ ના માર્ગદર્શન હેઠળ સતર્ક થયેલ વહીવટી તંત્ર એ પ્રયત્ન હાથ ધર્યા છે જયારે બીજી તરફ્ આ વિસ્તાર ના કેટલાક રહીશો જીવ ના જોખમે પોતાના પશુઓ બચાવવા પુરના ધસમસતા નીરમા બહાર નીકળતા નિહાળવા મળ્યા હતા.










