ગોલ્ડન બ્રિજને આજે ૧૪૪ વર્ષ પૂર્ણ થતા યુવાનો દ્વારા કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી. અનેક તડકા છાંયા જોયા બાદ નર્મદા નદીમાં આવેલ અનેક રેલની થપાટો તેમજ રોજના હજારો વાહનોનું ભારણ છતાં પણ અડીખમ રહેલા ગોલ્ડન બ્રિજને આજે ૧૪૪ વર્ષ પૂર્ણ થતા યુવાનો દ્વારા કેક કટીંગ કરી ઉજવણી કરી હતી. તો છેલ્લા કેટલાક સમયથી આ બ્રિજને સદંતર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જેને હેરિટેજમાં સ્થાન આપવા અને લોકોને વોક માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચની આગવી ઓળખ એવો ગોલ્ડન બ્રિજ
ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ ૧૬ મે ૧૮૮૧ ના દિવસે પૂર્ણ થયુ હતું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રીજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રીજ નામ આપવામાં આવ્યું હતુ. ૭ ડિસેમ્બર ૧૮૭૭ માં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત કરાયું હતું જે ૧૬ મે ૧૮૮૧ માં તૈયાર થતા ડિસેમ્બર ૧૯૯૫ બાદ બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલ્વે બ્રિજ શરૂ કરાયો હતો. જે બાદ ૨૦ એપ્રિલ ૧૯૭૭ સુધી જુનો નેશનલ હાઈવે નંબર ૮ તરીકે કાર્યરત થયા ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો હતો.
૧૮૬૦થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો
આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો. એ વર્ષમાં સપ્ટેમ્બરમાં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના 26 ગાળાને નુકસાન પહોંચ્યું હતું. વહેવાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો. ૧૮૭૭ના ડિસેમ્બરની ૭મી તારીખથી બીજો જબરો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો. ૧૮૮૧ના મે માસની ૨૬મી એ બંધાઈ રહ્યો. એની પાછળ આશરે રૂ. ૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો. જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ સરકારને - રેલ્વેને થયેલ હોવાથી આ પુલ "સોનાનો પુલ" તરીકે ઓળખાય છે.









