- નર્મદા જિલ્લામાં અવિરત જારી રહેલી મેઘ મહેર
- કેળ, શેરડીના પાક માટે અમૃત તુલ્ય વરસાદ, કપાસ, તુવેર, મકાઈ અને ડાંગરને ફાયદો
- નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં સતત વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે.
નર્મદા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક સુધી વરસાદ સતત પડયા કરે છે. વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે.
આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયેલા છે. વરસાદ ધીમીધારે કરારેક ધોધમાર વરસાદ ચાલુ છે. કેળ, શેરડીના પાકને અમૃત તુલ્ય વરસાદથી ફયદો થયો છે. નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં ખેડૂતોએ ખેતરમાં વાવણી કરેલા કપાસ, તુવેર, મકાઈ અને ડાંગર અને અન્ય પાકો ઉગી નીકળ્યાં છે. આ પાકો ખેતરોમાં ચાસે પડી ગયા છે. ઉગી નીકળીયા છે. દેડિયાપાડામાં તાલુકામાં આવેલી કરજણ નદી, તરાવ નદી, દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે. સાગબારા તાલુકામાં આવેલી દેહેલી નદી, દોધન નદી અને સેલંબાની નદીમાં વરસાદના પાણી વહેતાં થયા છે. નર્મદા જિલ્લામાં હજુ પણ આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયેલા છે. અને વરસાદ ચાલુ છે. ખેતી લાયક વરસાદ થતાં નર્મદા જિલ્લામાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.










