નર્મદાના આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે,મહેશ વસાવા લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા અને થોડો સમય ભાજપમાં રહીને તેમણે રાજીનામું આપ્યું છે,તેમણે રાજીનામું આપવાનું કારણ દર્શાવ્યું કે,ભાજપ પાર્ટીમાં તેમના કામ થતા નથી જેને લઈ તેઓએ રાજીનામું આપ્યું છે,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને તેમણે રાજીનામું મોકલી આપ્યું છે.
[[$googlead]]
મહેશ વસાવા આદિવાસી સંગઠન ઉભું કરે તેવી શક્યતા
મહેશ વસાવા આદિવાસી નેતા છે અને આદિવાસીમાં તેઓ સારૂ પ્રભુત્વ ધરાવે છે,મહેશ વસાવા છેલ્લા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને મહેશ વસાવા અગાઉ BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા,તેઓએ તેમના સમર્થકોને પૂછીને આ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે,તો મહેશ વસાવા પાસે ભાજપમાં કોઈ ખાસ હોદ્દો ન હતો.
11 માર્ચ 2024ના રોજ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
11મી માર્ચ 2024ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા પરંતુ પાર્ટીમાં તેમના કામ થતા ન હતા તેને લઈ લાંબા સમયથી નારાજગી હોવાની વાત પણ સામે આવી હતી,બીટીપી પાર્ટીના સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે.









