આમોદ તાલુકાના વાસણા ગામે પાટણવાડીયા ઠાકોર સમાજનો સમુહ લગ્નોત્સવમાં 21 નવદંપત્તીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. સમુહ લગ્નમાં આયોજકો તરફથી 21 નવદંપત્તીઓને વસ્તુઓ આપવામાં આવી હતી.
સમુહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ હાજર રહી 21 દંપત્તીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે આવેલા મહેમાનો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દિપક ચૌહાણ, મહામંત્રી ડો.પ્રવિણસિંહ રાઉલજી, પુર્વ પ્રમુખ વિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય સંજયસિંહ રાજ, અશોક પટેલ, મયુરસિંહ રાજ, કેતન પટેલ, ગામના આગેવાન જીતેન્દ્ર પટેલ સહિતના લોકોનું આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વાસણા ગામે યોજાયેલા સમુહ લગ્નોત્સવ પ્રસંગ લોકગાયક વિક્રમ ચૌહાણ, હેતલબેન દરબારે ડાયરાની મોજ કરાવી હતી. સમુહ લગનોત્સવને સફળ બનાવવા હઠેસિંહ ઉદેસિંહ ઠાકોર, મનોજ મહેન્દ્ર ઠાકોર, જયેશ વિઠ્ઠલ ઠાકોર સહીતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.










