ભરૂચના તવરા ખાતે મા નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પ.પૂ.શ્રી મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાનાં આજે ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


રામકથા દ્વારા આપને માર્ગદર્શન મળે છે જેથી રામકથાનું શ્રાવણ કરવુ ખુબ જરૂરી છે. કથા વાચક પ.પૂ.સાધ્વી ત્રિલોચનાબેન હાલના મોબાઈલના યુગમાં આપણા બાળકોને આપણા ગ્રંથોનું માર્ગદર્શન હોવુ ખુબ જરૂરી છે. આપણા ગામ કે આપણી આપસાસ રામકથા, ભગવત કથા હોય ત્યાં આજના યુવા પેઢી યુવા દિકરા-દિકરીઓને આ કથામાં અવશ્ય બેસવુ જોઈએ અને આ ગ્રંથોથી માર્ગદર્શન લેવુ જોઈએ.

રામકથા એ પ્રશ્નોનો પ્રતિતાર છે એટલે આપણા જીવનના દરેક સમસ્યાનો પ્રશ્ન રામકથા ભાગવત કથા જેવી કથા શ્રાવણ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ આવશે. તેથી આપણે કથા શ્રાવણ કરો આપણે આપણા જીવનમાં જો કોઈ પણ સાધુ સંતોને કદાચ કંઈક આપી ના શકે તો સાધુ સંતોનું અનાધાર કે તેમનું અપમાન પણ ના થાય તેનું આપણે ખાસ ધ્યાન આપવુ જોઈએ. પ્રેમ ભાવથી જો કથા સાંભળીએ છીએ તો આપણે ભગવાનના દર્શન થાય છે. પ.પૂ.સાધ્વી ત્રિલોચના બેન જો આપ કે આપણી આસપાસ કોઈ વિસ્તારમાં સતકાર્ય થતા હોય જેમ કે રામકથા, ભગવત કથા, કૃષ્ણ કથા આવા સુંદર કાર્ય થતા હોય ત્યાં આપણે આમંત્રણ વિના જ પહોંચી જવાનું હોય છે. જો સતકાર્યમાં સદભાવના ના હોય તો તે સતકાર્ય સફળ નહીં થાય. ભગવાનની પાસે રહેવુ એનું નામ ઉપવાસ, આપણે આપણા હાથની રેખાઓ કોઈને બતાવવાની જરૂર નથી જો આપણે સારૂ કામ કરીયે તો આપણી રેખા સારૂ કામ કરશે જો આપણે ખરાબ કામ કરીશું તો આપણી હાથની રેખાઓ ખરાબ કામ કરશે. જયાં પ્રેમ હોય ત્યાં ભગવાન અવશ્ય હાજ હોય છે. આજે કથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તે સમય દરમ્યાન સમગ્ર કથામંડપ રામમય બની ગયો હતો.


  • Follow us on: