ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી દુકાનને તસ્કરે ફરી નિશાન બનાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે.
ભરૂચ શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. શહેરના નેશનલ ટ્રેડ સેન્ટર અને તેની આજુબાજુની ચાર જેટલી દુકાનોમાં તસ્કરે નિશાન બનાવી હજારોના મુદ્દામાલ પણ હાથફેરો કરીને જાણે પોલીસને ચેલેન્જ આપતો હોય તેમ લાગી રહ્યુ છે. ગતરોજ પણ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલી રાજા મોબાઈલ નામની દુકાનને નિશાન બનાવી કાચ તોડી અંદર પ્રવેશી લેપટોપ સહિત રૂા.40 હજારના માલમતાની ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ તસ્કરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આ મામલે એ.ડીવીઝન પોલીસે તાત્કાલીક સ્થળ પર દોડી આવી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તસ્કરોનું પગેરૂ મેળવવા કવાયત હાથ ધરી છે.










