ટીબી મુકત ભારત મિશન હેઠળ કોર્પોરેટ સમુહના સહયોગ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રને વધુ સશકત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી થયુ છે. સામુહિક આરોગ્ય કેન્દ્રને રોગ નિદાન માટે TRUNATT એનેલાઈઝર અર્પણ કરવામાં આવ્યુ છે.


રોગ નિદાન માટેના એનેલાઈઝર મશીન દ્વારા 35 પ્રકારના લોહી રીપોર્ટ મેળવી શકાય છે. ડેન્ગ્ય, ક્ષય, ટીબી, મલેરિયા, પી.એફ.મલેરિયા, પી.વી., એચ.બી.વી., એચ.એ.વી., એચ.સી.વી., એચ.ઈ.વી., ટાઈફોઈડ, કોલેરા, એચ.આઈ.વી., ચીકન ગુનિયા, કોરોના, એન.ગોનોરિયા, રેબિઝ, ટ્રાઈકોમોનાસ, નીપાહ, ઈન્ફલુઈ ઝા, જેવા રોગનું નિદાન કરતા રિપોર્ટ હવે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જ કરી શકાશે. દર્દીઓને લોહીના રિપોર્ટ માટે ઘણી તકલીફ પડતી હતી. એ સંદર્ભે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી. આજે અર્પણવિધિના કાર્યક્રમમાં અદાણી દહેજ પોર્ટના સીઓઓ પંકજ ઉકે, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, ટીબી ઓફિસર ડો.પુનમ ટાંબા, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રવિણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા , મેડિકલ ઓફીસર વાગરા, અદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: