• ગામમાં બે દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન

  • જંગલ વિસ્તારના ગામોમાં વારંવાર વીજ પુરવઠા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી
  • રીગાપાદર ગામે વીજલાઇન પર વૃક્ષ પડતા જંગલ વિસ્તારના ગામોમાં અંધારપટ

દેડિયાપાડા તાલુકાના રીગાપાદર ગામ વિસ્તારમાં ચોમાસા અગાઉ જ વીજ કંપની દ્વારા જંગલ વિસ્તારના ગામોમાં વારંવાર જતી લાઈટોની સમસ્યાઓ હલ કરવા જૂની વીજ લાઈન પરનો ખુલ્લા વીજ તારની લાઈન હટાવી કેબલ વાયરની લાઈન નાખવાની કામગીરી કરી હતી.

દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ઉંડાણ જંગલ વિસ્તારના રીગાપાદર ગામને જોડતી વીજ લાઈન પર હાલમાં જ પડેલા ભારે વરસાદ સાથે ફૂંકાયેલા પવનોને પગલે માર્ગની બાજુમાં તોતિંગ વૃક્ષ કડડભૂસ થઈને વીજ લાઈન પર પડતા ગામની મુખ્ય વીજ લાઈન બંધ થઇ ગઇ હતી. ગામમાં તમામ ઘરોની લાઈટો સંપૂર્ણ પણે બંધ થઈ જવાને પગલે આખા ગામમાં બે દિવસ સુધી અંધારપટ છવાઈ ગયો હતો. હાલ ચોમાસાની ઋતુમાં વારંવાર લાઈટો જાય છે.

રીગાપાદર ગામના લોકોની ઘરપવરાશ માટેની વીજ લાઈન ગીચડ ગામ સાથે લગભગ 8 કિ.મી જેટલી લાઈન જોડેલી છે. વીજ લાઈનનો પુરવઠો ચોમાસા દરમિયાન ભારે ફૂંકાતા પવનોને કારણે સ્પાર્ક થવાથી વારંવાર ફોલટથી વીજળી જવાનાં ડૂલ થવાના બનાવોને કારણે નિયમિત વીજ વીજપુરવઠો લોકોને મળતો નથી. ત્યારે આવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વીજ પુરવઠો વારંવાર બંધ થવાથી ગામડાઓમાં વીજ પુરવઠો લોકોને નિયમિત મળી રહે. વીજ પુરવઠો ખોરવાઈ જવાથી વીજળી વારંવાર ગુલ થવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે હાલમાં જ ચોમાસા અગાઉ જ વીજ કંપની દ્વારા જંગલ વિસ્તારના ગામડાઓમાં વારંવાર જતી લાઈટોની સમસ્યા બનાવોને દૂર કરવા વીજળીની સુવિધાઓ નિયમિત ઉપલબ્ધ થાય કાયમી ધોરણે લાઈટોની સમસ્યાઓ હલ થાય તેમાટે જૂની વીજ લાઈન પરના ખુલ્લા વીજતારોની લાઈન આખી હટાવીને તે લાઈન પર સેફ્ટી સાથેનો કેબલ તારની લાઈન ખેંચીને નાખવાની કામગીરી કરવામાં આવી છે. આ કેબલ તાર નાખવાથી વારંવાર જતી લાઈટો તેમજ ખાસ ચોમાસામાં લાઈટો બંધ થઈ જવાને પગલે લોકોને થતી હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે. જે સમસ્યાનું કાયમી ઉકેલ લાવવા માટે કેબલ વાયરો નાખ્યા છે. જો કે આ કેબલ વાયરો નાખવાથી હાલ લાઈટો વારંવાર બંધ થઈ જવાની સમસ્યામાંથી હાલ પૂરતી રાહત મળી હતી. પરંતુ હાલમાં જ ધોધમાર વરસેલા વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનોને કારણે માર્ગ પરની મુખ્ય વીજ લાઈન પર તોતિંગ વૃક્ષ પડતા આખી લાઈન માર્ગ પર નમી પડી હતી. જેના પગલે સદતર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી આખા ગામની લાઈટો બંધ થઈ જતા અંધારપટ રાત દિવસ છવાયેલો જોવા મળ્યો હતો. ઝાડ પડવાને પગલે ગામમાં છેલ્લા બે દિવસ સુધી લાઈટો બંધ રહી હતી. ત્યારબાદ આજે ફરી ચાલુ કરવામાં આવતા ગામ લોકોને અંધારપટ માંથી મોટી રાહત થઈ હતી.


  • Follow us on: