• એક ઝાડ માતાને નામે અભિયાન હેઠળ

  • વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
  • શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું

સાગબારા તાલુકાના કોલવાણ ગામે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રમોદી એ મનની વાતમાં વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને એક ઝાડ માતાને નામે અભિયાનની શરૂઆત કરેલી છે. આ અભિયાન અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલવાણ તા. સાગબારા જિ.નર્મદા માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આપણી ધરતી માતાને સરસ અને હરિયાળી બનાવવા માટે આપણી માતાને સમર્પિત ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું અને વૃક્ષોના વાવેતર ઉપર ભાર મૂક્યો હતો.


  • Follow us on: