• BCCIની ઓલ ઈન્ડિયા ડોમેસ્ટિક શ્રેઠ ક્રિકેટ (બોલર) પ્લેયરોની યાદીમાં ટોપ-10મા આવી

  • મુસ્કાન વસાવાએ શ્રોષ્ઠ ગોલંદાજી કરીને નામના મેળવી
  • પિતાએ પુત્રી માટે ખેતરને ગ્રાઉન્ડ બનાવી દીધું

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા બીસીસીઆઈ દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ, વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજાય છે.

બીસીસીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા ક્રિકેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતનાં ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવુ નામ ઉમેરાયુ છે. તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના ઝઘડીયાની મુસ્કાન વસાવાએ શ્રોષ્ઠ ગોલંદાજીનું પ્રદર્શન કર્યુ હતુ. આ ઈનીંગમાં તેણીએ 21 રન આપીને 6 વિકેટ મેળવી હતી. આ ઉમદા પ્રદર્શનને કારણે ઝગડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના ક્રિકેટની સરાહના કરતા ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રોષ્ઠ બોલરોની યાદીમા ટોપ 10 માં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુસ્કાન વસાવા અંડર-16 થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે.

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેમના માતાની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધી હતુ. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 20 થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.


  • Follow us on: