- કઠલાલના ભાટેરા ગામ ખાતે મંદિરમાં ચોરીની ઘટના
- આભૂષણ-દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી
- ચૈત્રી નોરતામાં ચોરીની ઘટનાથી લોકોએ ફિટકાર વરસાવ્યો
કઠલાલ તાલુકાના ભાટેરા ગામ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા ચોર લૂંટારુઓ દ્વારા મંદિરનો દરવાજો તોડી મંદિરમાંથી ચોરીને અંજામ આપવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ ખોડિયાર માતાજીના મંદિરમાંથી આભૂષણ તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઇ હતી. હાલ જ્યારે ચૈત્ર નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં થયેલ ચોરીને કારણે શ્રદ્ધાળુઓએ ચોરો પર ફિટકાર વરસાવ્યો હતો.
રાત્રિના સમયે ત્રણ જેટલા અજાણ્યા ચોર ઇસમો ખોડિયાર માતાજીના મંદિરમાં દરવાજો તોડી પ્રેવશ કર્યો હતો અને આભૂષણ તથા દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ત્રણેય ચોર અંધારામાં પલાયન થઇ ગયા હતા.
જો કે મંદિરમાં સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. મંદિરના સીસીટીવી ફૂટેજમાં ત્રણ જેટલા ચોર નજરે પડી રહ્યા છે. હાલમાં છેલ્લાં ઘણા સમયથી ચોર ઇસમો દ્વારા મંદિરોને પણ ટાર્ગેટ બનાવે છે અને મંદિરોમાંથી પણ ચોરી કરીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.









