રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ હવે ઘણી સામાન્ય બની રહી છે કારણ કે દરરોજ કેટલાય લોકો અકસ્માતનો ભોગ બને છે અને પોતાનું જીવન ગુમાવે છે. બેફામ બનેલા વહાનચાલકો પોતાની ઓવર સ્પીડના કારણે અથવા તો અન્ય કોઈ કારણોસર નાના વાહનોને પોતાનો ભોગ બનાવે છે. ત્યારે ફરી એક અકસ્માતની ઘટના ભાવનગરથી સામે આવી છે. ભાવનગરમાં ધોલેરા હાઈવે પર 2 કાર સામસામે અથડાઈ હતી જેમાં 2 લોકો મોતને ભેટ્યા છે.


ભાવનગરમાં અકસ્માતમાં 2ના મોત

ભાવનગર ધોલેરા હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગંભીર અકસ્માતના કારણે ઘટના સ્થળે જ 2 લોકોના મોત નિપજ્યા છે. સામ સામે આવી રહેલી બે કાર ધડાકા સાથે અથડાઈ હતી તેથી આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા એક કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. ઘટનામાં બે લોકોને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત થતાં જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતો તો બીજી તરફ લોકોનું ટોળુ પણ ઘટના સ્થળે ભેગું થયું હતું. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં અગાઉ પણ બની અકસ્માતની ઘટના

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ દરરોજ અનેક શહેરોમાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવતા રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. રાજુલા નજીક હાઈવે પર ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો હતો જ્યાં અકસ્માતની ઘટનામાં 3 વ્યક્તિના મોત થયેલા તે જ જગ્યા પર ફરી અકસ્માતની બીજી ઘટના બની હતી. રાજસ્થાનનો પરિવાર ગાડી લઈ અને ફરવા નીકળેલા ત્યારે આ જગ્યા પર ટાયર ફાટતાં કાબુ ગુમાવતા ગાડીએ પલટી મારી હતી.જોકે આ અકસ્માતમાં કોઈ ઇજા ગ્રસ્ત થયેલ નથી પરંતુ ગાડીમાં નુકશાન થયું હતું.


  • Follow us on: