- શિવભા ગોહિલ પોલીસ સમક્ષ થયા હાજર
- તોડકાંડમાં આરોપી છે શિવભા ગોહિલ
- નિલમબાગ પોલીસ સમક્ષ હાજર થયા
ભાવનગર ચકચારી ડમીકાંડ બાદ બહાર આવેલા તોડકાંડમાં એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાના સાળા શિવભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. પોલીસે અગાઉ યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા છે.
શિવભા ગોહિલે કહ્યું- રાજકીય કાવતરું
યુવરાજ સિંહના બીજા સાળા શિવભા ગોહિલે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. શિવભાએ એમની ઓફિસનું DVR બદલ્યું હતું. મીટીંગના CCTV હાથ ના લાગે તે માટે DVR બદલ્યું હતું. પોલીસ તપાસમાં DVR બદલ્યાનું સામે આવ્યું છે. શિવભાના મિત્ર પાસેથી વધુ 21 લાખ રિકવર કર્યા. શિવભાએ કહ્યું કે યુવરાજસિંહને પતાવવાનું રાજકીય ષડયંત્ર છે. આપણે જેમ વાત થઇ એ પ્રમાણે યુવરાજસિંહે પૈસાની લેતી-દેતીનું કહ્યું જ નથી. આરોપીઓને મળ્યા હતા પણ પૈસા લીધા નથી.
બહુ ચર્ચિત ભાવનગરના ડમીકાંડને પગલે તોડકાંડ પણ બહાર આવેલ છે જેમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિતનાએ રૂ.1 કરોડ ની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસે કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હતા.
યુવરાજસિંહ જાડેજાના તોડકાંડમાં સંડોવાયેલા સાળા કાનભા પાંચ દિવસના રિમાન્ડ પર
યુવરાજસિંહ જાડેજાએ ડમી પરીક્ષાર્થી કૌભાંડને ઉજાગર કર્યા બાદ તેની જ તપાસમાં પોતે ફસાયા હતા. કથીત નાણાંકાંડનું સર્જન થયું હતું. તેમાં યુવરાજસિંહ તેના બે સાળા સહિત છ સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ ભાવનગરમાંથી ફરાર બનેલા યુવરાજસિંહના સાળા કૃષ્ણસિંહ ઉર્ફે કાનભા ગોહિલને સુરત પોલીસે તેના મિત્રની બહેનના ઘરેથી દબોચી લીધો હતો. ભાવનગર પોલીસે તેનો કબજો મેળવી ધરપકડ કરી હતી. ત્યારે ગઇકાલે કાનભાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.









