- તબીબ પર દર્દીના પરિજનોએ હુમલાનો પ્રયાસ કરતા હડતાલ
- દર્દીના પરિજનોએ તબીબ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી
- હડતાલના કારણે પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી
ભાવનગર સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ પર છે. જેમાં તબીબ પર દર્દીના પરિજનોએ હુમલાનો પ્રયાસ કરતા હડતાલ કરી છે. તેમાં મોડી રાતે તબીબો અચાનક હડતાલ પર ઉતર્યા છે.
પોલીસ અને RMOએ તબીબોને સમજાવટ કરતા મામલો શાંત થયો
દર્દીના પરિજનોએ તબીબ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. તથા હડતાલના કારણે પોલીસ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. તેમજ પોલીસ અને RMOએ તબીબોને સમજાવટ કરતા મામલો શાંત થયો હતો. તેમજ સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ સમેટાઇ છે.
સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા
સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલમાં તબીબ ઉપર દર્દીઓના સબંધીઓએ હુમલાનો પ્રયાસ કરતા તબીબો હડતાલ ઉપર ઉતર્યા હતા. હોસ્પિટલમાં મોડી રાત્રે તબીબો અચાનક હડતાળ ઉપર ઉતરી જતા મામલો ગરમાયો હતો.
એક દર્દીના સગાઓએ સારવાર માટે તબીબો સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. જેમાં તબીબો હડતાળ ઉપર ઉતરી જતા આર.એમ.ઓ દોડી આવ્યા હતા. તબીબો હડતાળ ઉપર ઉતરી જતા અન્ય દર્દીઓની સારવાર અટકી છે. જેમાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ અને RMO સહિતના ડોક્ટરોને સમજાવવા પ્રયાસ કર્યો હતો.









