ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં ખેડૂતો ના અનેક પ્રશ્નો અને ખેડૂતો ને પડી રહેલી મુશ્કેલીઓ ને લઈ ને ચર્ચાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂતો સાથે થઈ રહેલા અનેક અન્યાય સામે સરકાર માં રજુઆત કરવા માટે પણ તૈયારીઓ બતાવી હતી..
ભાવનગર ના પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1947ની 15જાન્યુઆરીએ પોતાનું રાજ પ્રજા ના કલ્યાણ માટે અને અંગ્રેજો ને હટાવવા અર્પણ કરેલું ખેડુત કલ્યાણ સંગઠન દ્વારા આજરોજ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટીંગ યાર્ડમાં ભાવનગર ખાતે ખેડુતોનુ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.













