- સામા કાંઠે આવેલી સ્કૂલ 10 દિવસથી બંધ
- આ નદી ના સામા કાંઠે 50% ખેતીની જમીનો આવેલ છે તેમજ 80 થી 90 કુટુંબો વસવાટ કરે છે
- નદીના સામા કાંઠે જવા માટે લોકો ને ફરજિયાત 30 થી 35 કિલોમીટર ફરીને સામા કાંઠે જવું પડે
બોટાદ જિલ્લાના લીંબોડા ગામે ગામના પાદરમાં સુખભાદર નદી આવેલ છે. અને ઉપરવાસમાં મોટા ભડલા સુખભાદર ડેમ આવેલ છે. છેલ્લા છ સાત દિવસથી ભારે વરસાદને કારણે વરસાદનું પાણી તેમજ સુખ ભાદર ડેમ ઓવર ફ્લો થતા તેનું પાણી પણ આ સુખભાદર નદીમાં છોડવામાં આવતા આ નદીમાં ખૂબ જ પાણી ભરાયું છે.
આ નદી ના સામા કાંઠે 50% ખેતીની જમીનો આવેલ છે તેમજ 80 થી 90 કુટુંબો વસવાટ કરે છે. સાથે માધ્યમિક શાળા પણ આવેલ છે. સુખભાદર નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ હોવાથી છેલ્લા 10-12 દિવસથી માધ્યમિક શાળાનું શિક્ષણ કાર્ય બંધ હાલતમાં છે.










