- ભાવનગર શહેરમાં દારૂ ઘુસાડવાનો અનોખો પ્રયાસ
- એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- LCB પોલીસે દારૂની હેરાફેરી કરતા 1 શખ્સને ઝડપ્યો
એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાયો આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે,પણ હા આ સાચી વાત છે,ભાવનગર એલસીબી પોલીસને બાતમી હતી કે એક એમ્બ્યુલન્સ દારૂ ભરીને આવી રહી છે,ત્યારે પોલીસે તેને રોકીને ચેક કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી,સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.
એમ્બ્યુલન્સમાં ખાનુ બનાવીને વેચતો દારૂ
પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથધરતા સામે આવ્યું કે વડવા વિસ્તારનો શખ્સ ખાનગી રીતે દારૂનું વેચાણ કરતો હતો,તેણે એમ્બ્યુલન્સમાં અલગ ખાનું બનાવ્યુ હતુ અને તેમાં દારૂની બોટલો સંતાડી હતી,પોલીસના હાથે 555 દારૂની બોટલો લાગી છે,તો કુલ મળી 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી છેલ્લા લાંબા સમયથી આ રીતે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતો હતો.

દારૂનુ છૂટક કરતો વેચાણ
પોલીસની તપાસમા સામે આવ્યું છે કે,આરોપી દ્રારા અલગ-અલગ વિસ્તારોમાં છૂટક દારૂનુ વેચાણ કરતો હતો,રાજસ્થાનથી આ દારૂ લાવ્યો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે,ત્યારે અગામી સમયમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે.પોલીસે હાલમાં એમ્બ્યુલન્સ મુદ્દામાલ તરીકે જપ્ત કરી છે અને આરોપીને જેલ હવાલે કર્યો છે.
ભાવનગરના દાઠ ગામે પણ ઝડપાયો દારૂ
ભાવનગર જિલ્લાના દાઠ ગામે પણ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે,પોલીસને બાતમી મળી હતી કે દાઠાથી જાગધાર જવાના રોડ પર કારમાં બે વ્યકિતઓ વિદેશી દારૂનો જથ્થો લઈને આવે છે,ત્યારે પોલીસે કાર ઉભી રાખીને તપાસ કરતા તેમાથી 546 દારૂની બોટલો મળી આવી હતી.ઈકો કારમાં માધવ સાર્વજનિક એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના બેનર લગાવેલા હતા.









