- બંધના એલાનને લઈને શહેરમા સવારે કેટલીક દૂકાનો સ્વૈચ્છિક રીતે બંધ રહી : બપોર બાદ અમુક દુકાનો ખુલી ગઈ
- હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને એસસી.એસટી સમાજ દ્વારા જશોનાથથી રેલી યોજાઈ,
- સૂત્રોચ્ચાર કરાયા : ડિટેઈન કરાયા : પોલીસ કાફલો ખડકી દેવાયો
સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી, એસટી અનામતને લઈને વર્ગીકરણનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેને લઈને એસએસટી સમાજ દ્વારા 21 ઓગસ્ટના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. ભાવનગરમા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો.
ભારત બંધના એલાનને લઈને ભાવનગરમાં શહેરમાં થોડીક વાર દુકાનો બંધ રહી હતી. ત્યાર બાદ ખોલી નાંખવામા આવી હતી. જેમા ઘોઘા ગેટથી રેલી યોજવામા આવી હતી. જે મામાકોઠા, દિવાનપરા, બાર્ટન, હલુરીયા હાઇકોર્ટ, જશોનાથ રેલી સ્વરૂપે નીકળ્યા હતા. ત્યાર બાદ જશોનાથ ખાતે કાર્યકરોની અટકાયત કરાઈ હતી.










