• ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો
  • ભાજપે ત્રણ મુદ્દાને લઇને ઉઠાવ્યો હતો આપના ઉમેદવાર સામે વાંધો
  • ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના સમર્થકો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ

ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે એક કલાકથી વધુ સમયની સુનવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યુ હતું.ઉમેશ મકવાણા ઈન્ડીયા ગઠબંધનના ભાવનગર લોકસભા સીટ પર ઉમેદવાર છે.શૈક્ષણિક લાયકાત સહિત ત્રણ મુદ્દાને લઈ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો.જેને લઈ કલેક્ટર કચેરી ખાતે એક કલાક સુનાવણી ચાલી હતી અને ત્યારબાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે.ભાવનગરમાં કોંગ્રેસ-AAP INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે.

શું હતો વિવાદ

[[$googlead]]

AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો ભાજપે ગઈકાલે આક્ષેપ કર્યો હતો,ભાવનગરમાં AAP ઉમેદવાર ઉમેશ મકવાણા કલેકટર કચેરી પહોંચ્યા હતા. એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે વાંધા અરજી કરી હતી જેમાં જવાબ રજૂ કરવા ઉમેશ મકવાણા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ તરફ ભાજપના નેતાઓ પણ લીગલ ટીમ સાથે હાજર થયા હતા.ભાવનગર માં ઇન્ડિયા ગઠબંધન ના સમર્થકો અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો સાથે સાથે સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શકતાથી થઈ હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર ના એસ.પી. તેમજ ડી.વાય.એસ.પી અને પોલીસ નો મોટો કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.

[[$alsoread]]

જેની ઠુમ્મરના ફોર્મમાં પણ વાંધો

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમ્મરના સોગંદનામામાં મિલકત અંગે કોઇ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપ દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ ગઈરાલે અમરેલી કલેકટર કચેરીમાં પહોંચી હતી. તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ કલેક્ટર કચેરી પહોચ્યા હતા. એક કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે.

  • Follow us on: