- નિર્ણાયકોની ટીમે જે ફ્લોટને પ્રથમ ક્રમ આપ્યો તે પોલીસને ખૂંચ્યું
- રાજકોટની TRP ગેમઝોન, હરણી બોટ દૂર્ઘટના, તક્ષશિલાએ ભાવનગરની રથયાત્રામાં છેંડયો વિવાદ
- ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે 100થી વધુ ટ્રકો જોડાય છે
ભાવનગરની રથયાત્રામાં જોડાયેલા વિવિધ ફ્લોટ્સ વચ્ચેની સ્પર્ધામાં જેનો પ્રથમ ક્રમ આવ્યો છે, તે રાજકોટની ટીઆરપી ગેમઝોનના ફ્લોટ્સ પોલીસ તંત્રના મતે તંત્રનું નાક કપાયુ હોય તેમ વિવાદિત લાગી આવતા ટ્રક ઉભો રાખીને પોસ્ટર્સ હટાવાતા વિવાદ છેંડાયો છે, જે ઘટના ચર્ચાનો વિષય બની છે.
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે 100થી વધુ ટ્રકો જોડાય છે, જેમાં ફ્લોટસની જુદી જુદી થીમ હોય છે, ફ્લોટસ વચ્ચે સ્પર્ધા થાય છે. જેમાં અગ્ર ક્રમમાં આવતા ફ્લોટ્સને ઈનામો આપવામાં આવે છે. આ વખતે નિર્ણાયક ટીમ દ્વારા ટ્રક નં. 44 અને 82માં રખાયેલા રાજકોટની TRP ગેમઝોન, હરણી બોટ દૂર્ઘટના, તક્ષશિલાકાંડના પોસ્ટર્સને પ્રથમ ક્રમ આપીને નવાજવામાં આવ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસે તે પોસ્ટર્સ હટાવતા વિવાદ છેંડાયો છે.










