ભાવનગરમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરાઇ છે. જેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગર મનપાએ દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભાવનગર મનપાની કાર્યવાહી શરુ છે. ખાનગી સ્કૂલે કરેલા દબાણને તોડી પાડવા માટે ડિમોલિશન કરવામાં આવી રહ્યુ છે. ખાનગી સ્કૂલે રોડ પર જ ગેરકાયદે દિવાલ ઊભી કરી હતી. જે વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરી રહી હતી.


[[$googlead]]

ખાનગી સ્કૂલે કરેલા દબાણ તોડાયા

શાળામાં નિયમોનું પાલન કેવી રીતે કરવું અને યોગ્ય વ્યવહાર અંગે શિક્ષણ અપાય છે. ત્યારે શાળા પોતે જ અયોગ્ય અને ગેરજવાબદારીનું કામ કરે ત્યારે પ્રશ્ન તો ઉભા થવાના જ છે. આવું જ એક કામ ભાવનગરની શાળાએ કર્યુ છે. અને તંત્રએ તેની સામે લાલ આંખ કરીને કાર્યવાહી શરુ કરી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ચર્ચાનું કેન્દ્ર બની છે. આ શાળામાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાનગી સ્કૂલે જાહેર માર્ગ પર જ ગેરકાયદે દિવાલ ઉભી કરી દીધી હતી. જેને હવે મનપાએ તોડી પાડી છે. અને કાયદા સામે સર્વ લોકો સમાન હોવાનું ઉદાહરણ રજૂ કર્યુ છે. શાળા જ્યારે પોતાની મનમાની ચલાવતી હોય ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થાય છે.

[[$alsoread]]

શાળાની મનમાની સામે મનપાનું આકરુ વલણ

ભાવનગરમાં આવેલી ખાનગી શાળા સામે તંત્રે નિયમોનું બુલડોઝર ચલાવ્યુ છે. અને નડતરરૂપ થતી દિવાલ તોડી પાડી છે. જો કોઇ નિયમો વિરુદ્ધ જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચેતવણી આડકતરી રીતે આપવામાં આવી છે. ભાવનગરમાં થોડા દિવસમાં અગાઉ પણ જાહેર બજારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જે દરમિયાન કર્મચારી અને વેપારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતુ. આ તમામ કામગીરી દરમિયાન કોઇ વિઘ્ન ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 

  • Follow us on: