ગુજરાતમાં રખડતા ઢોરનો આંતક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લઈ ઈજા પહોંચતા હોય અથવા તો જીવ લઈ લેતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ભાવનગરમાં રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમામ થયા છે. ઢોરે એકટીવાચાલક અને રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બંને સલામત છે પરંતુ વરંવાર રખડતા ઢોરો લોકોને નુકસાન પહોંચાડતા જોવા મળે છે.


[[$googlead]]

ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરનો આંતક સામે આવ્યો છે. શહેરના કુંભારવાડા અક્ષય પાર્ક પાસે રખડતા ઢોરએ એકટીવા ચાલક સાથે અન્ય એક રાહદારી વૃદ્ધને અડફેટે લીધા હતાં. રખડતા ઢોરે એકટીવા ચાલકને દૂર સુધી ફંગોળીને ફેકી દીધો હતો. સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. એકટીવા ચાલક અક્ષય પાર્ક રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઢોર સાથે અથડાય અને એકટીવા પણ સ્લીપ થયું હતું

સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા

[[$alsoread]]

એકટીવા ચાલકને અન્ય આધેડ બચાવવા માટે આવી રહ્યા હતા તેના પર અચાનક ઢોરે હુમલો કર્યો હોવાનું પણ CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. ત્યાર બાદ સોસાયટીના લોકો દ્વારા આધેડ અને એકટીવા ચાલકને બચાવવામાં આવ્યા હતા. જો કે ભાવનગરમાં રખડતા ઢોર નો ત્રાસ અસહ્ય બની ગયો છે અને તેના પર કોઈ અંકુશ લાગી રહ્યો નથી. ત્યારે ભાવનગર મહાનગર પાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બની છે. ત્યારે હવે મનપા રખડતા ઢોર પર યોગ્ય કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું?


  • Follow us on: