વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના વિદ્યાર્થીઓ માં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શ્ રોબોટિક્સ પર 5-દિવસીય સમર સાયન્સ કેમ્પ નું આયોજન તારીખ 29 એપ્રિલ થી 3 મે દરમિયાન કરવામાં આવ્યું છે. આ સમર સાયન્સ કેમ્પમાં ધોરણ 6 થી 10 ના ભાવનગર, દાહોદ તથા અમદાવાદ જિલ્લા ની જુદી જુદી શાળા ના 50 બાળકોએ ભાગ લીધો છે.
આ વર્કશોપ માં મુખ્ય અતિથિ તરીકે ભાવનગર ના પોલીસ અધિક્ષક ડો. હર્ષદકુમાર પટેલ, IPS ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નું ભણતરમાં મહત્વ સમજાવ્યું અને ભાગ લીધેલ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ 5 દિવસીય કેમ્પ દરમિયાન ભાગ લીધેલ બાળકો ને AI & રોબોટિક્સ આધારિત હેન્ડસ-ઑન એક્ટિવિટી, AI ની એપ્લિકેશન, હેન્ડસઓન રોબોટિક્સ વર્કશોપ, પાયથોન પ્રોગ્રામિંગ, સાયબર સિક્યુરિટી, એકપર્ટ ટોક, ગૂગલ AI કીટ ટ્રેનિંગ, ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ, અદ્યતન ટેલિસ્કોપ દ્વારા સ્કાય ગેઝીંગ, AI ગેમ્સ તથા ગેલેરી વિઝિટ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવશે. તથા સર્ટિફ્કિેટ પણ આપવામાં આવશે.










