આજે ભાવનગર શહેરનો 303મો જન્મ દિવસ છે. પરંતુ તાજેતરમાં પહેલગામના ત્રાસવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત નિપજ્યુ હતુ જેના કારણે શહેરમાં જન્મદિનની ઉજવણી મોકુફ રાખવામાં આવી છે અને સાદગી પુર્ણ રીતે જન્મ દિવસ મનાવવામાં આવશે. ઈ.સ.1723ને અખાત્રીજના દિવસે એટલેકે વિક્રમ સંવત 1779 ના ના દિવસે ભાવસિંહજી પહેલાના હસ્તુ શહેરની સ્થાપના કરાઈ હતી.
મરાઠાઓ અને અમદાવાદના બાદશાહના અનેક આક્રમણોમાં ભાવસિંહજી વિજયી તો થયા હતા પરંતુ પોતાના રા જયની સુરક્ષાન અને આર્થિક પ્રગતિ માટે દરિયા કિનારે વ્યુહાત્મક સ્થળે રાજધાની વિકસાવવાનો વિચાર આવ્યો હતો. આથી તેમણે સિહોરથી ખસેડી ભાવગનર ખાતે તેમની રાજધાની લાવ્યફા હતા આમ આજે અખાત્રીજે ભાવનગર શહેરને 302 વર્ષ પૂર્ણ થયા છે અને 303 મો જન્મ દિન છે.
ભાવનગરને ઈતિહાસકાર અને લેખક બળદેવસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, ભાવનગર શહેરને સામે વિજય મેળવવાથી ભાવસિંહજીની પ્રતિષ્ઠામાં અનેક ઘણો વધારો થયો હતો, તેનું રાજય પ્રમાણમાં નાનું હતું. આજુ બાજુના રાજ્યો શક્તિશાળી હતાં. દક્ષિણ બાજુ ઘોઘા બંદરમાં શેરખાન બાબી, ખંભાતમાં મોમીનખાન, સુરતમાં ગવર્નર સોરાબખાન હતો. ભાવસિંહજી પોતાની નવી રાજધાનીના વેપારના વિકાસ અને અન્યોની ઈર્ષાથી બચવા સુરતના ગવર્નર સોરાબખાનની મિત્રતા કરી હતી. સોરાબખાનની દિલ્હીમાં વગ હતી. જેથી ભાવસિંહજીની પ્રતિષ્ઠા વધી હતી. સોરાબખાનને જ્યારે દિલ્હીમાં મુલ્લાં મહમદઅલીની ખટપટથી ઇ.સ.1732માં સુરત છોડવાનો સમય આવ્યો હતો, ત્યારે તે ભાવનગરના શરણે આવીને રહ્યો હતો. પછીથી ઇ.સ. 1734માં સોરાબખાનને દિલ્હી પાસેથી સોરઠ વિસ્તારની નાયબ ફેજદારી અને ઘોઘાની જાગીર મળી હતી. ઘોઘા બાબીઓ પાસે હતું. બાબીઓને ઘોઘાના બદલે બાટવા અપાયું હતુ. બાદમાં સોરાબખાનને વિરમગામનુ સુબાપદ મળ્યું હતુ. તેથી અમદાવાદનાં નાયબસુબા રતનસિંહ ભંડારી સાથે સૂબેદારી અંગે યુધ્ધ થયું હતુ. જેમાં ઇ.સ. 1735માં સોરાબખાન મરાયો હતો. ભાવસિંહજીએ ઘોઘા પર પોતાનો કબ્જો મેળવ્યો હતો. ઇ.સ. 1938માં ખંભાતના મોમિંખાનને શેરખાન બાબીને ઘોઘા પરત આપ્યું હતુ. ભાવનગરની આર્થિક વિકાસની યાત્રા અને પોતાના રાજયની સલામતી જાળવી રાખીવી હતી, તેથી ભાવસિંહજીએ સુરતના સત્તાધારી સાથે મિત્રતા રાખી મુઘલ નૌકાદળના સેનાપતિ અને કિલ્લેદાર સીદીઓ સાથે ઇ.સ. 1739માં મહત્વના કરાર કર્યા હતા. કરારની વિગતો આ પ્રમાણે હતી. ભાવનગરની દરિયાઈ જકાતમાંથી સવા ટકો ભાગ સુરતના સીદીને આપવાનો હતો. સુરતથી જે માલ ભાવનગર આવે તેના ઉપર જકાત ઓછી લેવી. ભાવનગરથી જે માલ સુરત જાય તેના ઉપર જકાત લેવી નહીં. ભાવનગરના બંદરને સુરતના કિલ્લેદારે મદદ કરવાની રહેશે. દરિયા કિનારે કે વેપારીઓના વહાણોની લૂંટ-ચોરી નથાય તેના માટે બંનેએ સંયુક્ત પ્રયાસો કરવાના રહેશે.
આ કરારથી સવા ટકો આપીને શક્તિશાળી સીદીઓની મિત્રતાથી અનેક શક્તિશાળી મિત્રો મેળવ્યા હતા. જેથી તેની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થયો હતો. ઇ.સ. 1757માં સુરતના સીદીનો હક્ક દિલ્હીના મુઘલ બાદશાહે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને આપ્યા ત્યારે ભાવસિંહજીએ સમય પારખીને સીદી સાથે જે કરાર કરેલા તે બ્રિટિશ કંપની સાથે પણ કર્યા હતા. જેથી ભાવનગર રાજય અને બ્રિટિશ કંપની સાથે પણ મૈત્રી સબંધ બંધાયો હતો. જે ભાવનગરના બંદરના વિકાસમાં અગત્યનો સાબિત થયો. સીદી સાથેના કરાર અને બ્રિટિશ કંપની સાથેના કરાર ભાવસિંહજીની દીર્ઘદ્રષ્ટિના દર્શન કરાવે છે.
ભાવનગર બંદરની સ્થાપના પહેલા ઉત્તર ગુજરાત, માળવા અને રાજપૂતનાનો નિકાસ વેપાર ઘોઘા બંદરેથી થતો હતો. મુઘલો અને મરાઠાઓનાં આક્રમણ સમયે ઘોઘા બંદરના વેપાર પર વિપરીત અસર થઈ હતી. ઘોઘા બંદરે જકાતના દરો વધારે હતા, અમલદારોની હેરાનગતિ રહેતી હતી. આવા સમયે તેનાથી ત્રાસેલા વેપારીઓને ભાવસિંહજીએ જોઈતી સગવડો કરી આપી હતી. ભાવનગરના વિકાસ માટેની તક ઝડપી લીધી હતી. પરિણામે વેપારીઓ ઘોઘાના બદલે ભાવનગરથી વેપાર કરવાનું પસંદ કરવા લાગ્યા હતા. જેથી ઘોઘા બંદરની આવકમાં ઘટાડો થયો હતો. ઘોઘાના રાજ્કર્તાઓએ વેપારમાં થયેલ નુકસાનીનું વળતર ભાવનગર પાસે માગ્યું હતુ. યુધ્ધના બદલે વેપારી કુનેહ વાપરીને ભાવનગરના દરિયાઈ જકાતમાં થોડો હિસ્સો આપી સમાધાન કર્યું. આ કુનેહભરી નીતિના કારણે ભાવનગરના વેપારમાં એકંદરે વધારો થયો હતો. મારવાડ, મેવાડ, ગુજરાત, સામા કાઠાના સુરત, ભરુચના બંદરો, મલબાર કાઠાના બંદરો અને મસ્કત, ઝાંઝીબાર, મોઝાંબિક વગેરે સ્થળોનો વેપાર ભાવનગર બંદરેથી થવાલાગ્યો. સરવાળે ભાવનગરમાં શાંતિસ્થપાણી અને વેપારમાં વૃધ્ધિ થઈ હતી.
રાજયમાં સલામતીનું વાતાવરણ ઊભુંથયા પછી ભાવસિંહજીએ રાજયવિસ્તાર કરવા વિચાર્યું. પ્રતિષ્ઠા મેળવવી હોયતો શક્તિશાળી બનવું જરૂરી છે. શક્તિશાળી બનવા માટે શક્તિશાળી મિત્રોનો સહકાર ખુબ જરૂરી છે. ભાવસિંહજીને રાજયવિસ્તાર કરવા માટે વાતાવરણ અનુકૂળ થયું.
સરતાનપરના કોળિઓ ચાચિયાગીરી કરતાં હતા. તેના ઉપર આક્રમણ કરી ભાવનગર રાજયમાં સરતાનપરને ભેળવી દીધું હતુ.
ખંભાતના નવાબે ઘોઘા બંદરપર થાણદાર નિમેલો હતો તે થાણદાર ઘોઘાની પ્રજાને હેરાન પરેશાન કરતો હતો. જેથી પ્રજાએ હેરાનગતિમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી. ભાવસિંહજી પોતાના લશ્કર સાથે ચડાઈ કરી હતી. થાણદાર સમુદ્રમાર્ગે ખંભાત બાજુ ભાગી ગયો હતો. ભાવસિંહજીએ પોતાના પૂર્વજોની રાજધાનીનું સ્થળ ઘોઘા પરત મેળવી આત્મસંતોષ પ્રાપ્ત કર્યો હતો. ઘોઘા ધીકતુંબંદર હતું વળી ભાવનગરની હરીફઈ કરતું હતું. જે મેળવીને રાજ્ય વિસ્તાર સાથે વેપાર વિસ્તાર માટેનું અગત્યનું બંદર મેળવી મોટી સિધ્ધી હાસલ કરી હતી.
ભાવસિંહજી રાજધાનીનું સ્થળ ફેરવી અને રાજ્યનો વિસ્તાર વધારીને બેસી રહ્યા ન હતા. આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ વિકાસ કરીને રાજયનો ખરો વિકાસ કરવા તરફ્ ધ્યાન આપ્યું હતુ. તેમણે વેપારી અને ધનવાન લોકોને રાજયમાં વસાવવા તરફ્ ધ્યાન આપ્યું હતુ. ઘોઘા ધીકતુંબંદર હતું તેથી ત્યાં ઉજળિયાત વર્ગના કુટુંબો હતાં. તેને ઘોઘા અને અન્ય સ્થળોએથી ભાવનગરમાં વસવાટ કરવા માટે નિમંત્રણ આપ્યું હતુ. ઘોઘામાં વડનગરા નાગર જ્ઞાતિના સોમજી દેસાઇ વસવાટ કરતાં હતા. તેઓ જુનાગઢ, ખંભાત, સુરત, વડોદરા તેમજ પુનાના પેશવાના દરબાર સુધી પહોચ ધરાવતા હતાં. તેમના કુટુંબને દિલ્હીના મુઘલ બાદશાહ તરફ્થી ગુંદીના બંદરની જકાત ઉઘરાવવાની સત્તા આપવામાં આવી હતી. દરિયામાં પુરાણ થવાના કારણેગુંદીના બદલે ઘોઘા મહત્વનુ કેન્દ્ર થયું હતું. તેથી દેસાઇ પરિવારને ભાવનગરમાં આવી વસવા નિમંત્રણ આપ્યું હતુ. તેઓ ભાવનગર વસવાટ કરવા આવ્યા હતા. ભાવસિંહજીએ રાજધાનીના શહેરની વચ્ચે વસવાટ કરવા માટે જમીન આપી હતી. દેસાઇ કુટુંબને ગૂંદીમાં જે હક્ક મળતો હતો તેવો ભાવનગરમાં કરી આપ્યો હતો.
સોમજી દેસાઇ જુનાગઢ, ખંભાત, સુરત, વડોદરા અને પુનામાં વર્ચસ્વ ધરાવતા હતા તેનો લાભ ભાવસિંહજીએ મેળવ્યો. તે ઉપરાંત કપોળ કુટુંબોને અને સાવરકુંડલા, ગારિયાધારથી આવેલા પ્રશ્નોરા કુટુંબોને બંદરીજકાતમાં એક ટકાનો હકક કરી આપી વસાવ્યા હતા. આવી આકર્ષક યોજના થકી મહત્વના લોક સમૂહો ભાવનગરમાં વસ્યા, જેમણે વિકાસમાં પોતાનું મહત્વનુ યોગદાન આપ્યું હતુ. સૌરાષ્ટ્રમાં પૂર્વે બીજા રાજવીઓએ બ્રાહ્મણો-અન્યોને ગામ-ગરાસ આપેલા માલૂમ પડે છે, રાજયની આવકમાં હિસ્સો આપ્યો હોય તેવું જાણવા મળતું નથી.










