- સોનગઢ ગુરૂકુળમાં ચોકીદારની હત્યા
- પરિવારજનોએ મચાવ્યો હોબાળો
- મૃતદેહ લેવાથી કરી દીધો ઈનકાર
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગુરૂકુળમાં ચોકીદારની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આ મુદ્દે આજે હોસ્પિટલમાં માલધારી સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ન્યાય મેળવવાની માગણી કરી હતી.
જાણકારી અનુસાર સિહોર તાલુકામાં આવેલા સોનગઢ ગુરૂકુળમાં ચોકીદારની ગઈકાલે ઘાતકી રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. જેના પછી આજે પરિવારજનોએ હોસ્પિટલમાં પહોંચીને મોટો હોબાળો મચાવ્યો હતો અને તંત્રની પાસે ન્યાયની માગણી કરી હતી. પરિવારજનોના સમર્થનમાં માલધારી સમાજના પણ અનેક લોકો હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેમણે મૃતકના પરિવારજનોની માગણીને પોતાનું સમર્થન આપ્યું હતું અને મૃતક ચોકીદારના મૃતદેહને ત્યાં સુધી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો જ્યાં સુધી તેની હત્યા કરનાર આરોપીઓ પકડાઈ ન જાય અને તેમને સજા ન આપવામાં આવે.
મહત્વનું છે કે આ મુદ્દે સૌ પહેલા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ન્યાયની માગણી કરી હતી અને મોટો હોબાળો મચાવ્યો હતો. તેમની માગણી છે કે ત્યાં સુધી તેઓ મૃતદેહને નહીં સ્વીકારશે જ્યાં સુધી આરોપીઓને પકડીને સજા ન કરવામાં આવે. આ દરમિયાન માલધારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા. માલધારી સમાજના અગ્રણીઓની પણ હાજરી હતી. તેમણે મૃતકના પરિવારજનોની માગણીને સમર્થન આપ્યું હતું અને આ જ માગણીને દોહરાવી હતી.
માલધારી સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે આ મુદ્દે મૃતકના પરિવારજનોને મૃતદેહ સ્વીકારી લેવાનું તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, અને કેસને ખોટી દિશામાં વાળવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. માલધારી સમાજના આગેવાનોએ કહ્યું હતું કે સંપૂર્ણ રીતે સાચી તપાસ થાય એવી અમારી માગણી છે અને જ્યાં સુધી આ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે અને અમે અહીં જ બેસી જઈશું.









