ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના કૌભાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂઆત કરી હતી. બેંકની ભરતીમાં સગાવાદ અને લાગવગથી નોકરી અપાઈ હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે 80 લોકોને બેંકમાં લાગવગથી નોકરી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે રજિસ્ટ્રાર સમક્ષ ભરતી પ્રક્રિયામાં 1200 જેટલા લોકોને ન્યાય આપવા માગ કરી હતી.


[[$googlead]]

પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાના આક્ષેપ

પ્રાપ્ત વિગતો પ્રમાણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં થયેલા ભરતી કૌભાંડ અંગે રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂઆત કરી હતી. ડિસ્ટ્રીક્ટ બેન્કમાં ભરતી મામલે સગાવાદ અને લાગતા વળગતાને નોકરી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ કો ઓપરરેટીવ બેન્કમાં 80 જેટલા લોકોને નોકરી અપાઈ હોવાનું જણાવ્યું હતું. બેન્કના ડિરેક્ટર અને કર્મચારીઓ ભરતી કૌભાંડમાં સામેલ હોવાના પુરાવા આપ્યા હતાં. બેન્કની ભરતી પ્રક્રિયામાં પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતાં.

[[$alsoread]]

કોર્ટમા રિટ પિટિશન દાખલ કરવાની ચીમકી

યુવરાજસિંહે કહ્યું હતું કે, બેંકની ભરતીમાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બરૈયાના પુત્ર સહિત 80 જેટલા લોકોને લાગવગ શાહીથી ભરતી કરવામાં આવી છે. જે અંગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહીતનાને રજુઆત કરાશે. આ ભરતી દરમિયાન એચઆર પણ બોગસ હોવાના તેમણે આક્ષેપ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ મામલે ટૂંક સમયમાં કોર્ટમા રિટ પિટિશન દાખલ કરીશું.ભરતી પ્રક્રિયામાં 1200 જેટલા લોકોને ન્યાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


  • Follow us on: