• ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણીની આવક થઇ
  • ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક
  • ડેમની સપાટી વધીને 24 ફૂટ 7 ઇંચ પર પહોંચી

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. શેત્રુંજી ડેમમાં હાલ 8117 ક્યુસેક પાણીની આવક શરૂ છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 24 ફૂટ 7 ઇંચએ પહોંચી છે. જેમાં શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે.

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાયો

[[$googlead]]

શેત્રુંજી નદીનો ખોડિયાર ડેમ 100 ટકા ભરાયો છે. ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા છે. ગારીયાધાર તાલુકાના સરમભડામાં એલર્ટ છે. જેમાં લુંવારા, ઠાંસા, ગુજરડા ગામોમાં એલર્ટ છે. તેમજ સમઢીયાળા, રાણીગામ, સાતપડામાં એલર્ટ છે જેમાં ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ છે. જેમાં ભાવનગરનો કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં એક દરવાજો ખોલાયો છે. તેમજ પાણી ભાલ પંથકમાં ફરી વળ્યુ છે. તથા દેવળીયા-પાળીયાદ રોડ બંધ થયો છે.

[[$alsoread]]

લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા આદેશ કર્યો

ઘેલો નદીના પાણી રોડ પર ફરી વળ્યા છે. જેમાં પુલ પર બેરિકેટ મૂકી અવરજવર બંધ કરાઇ છે. આસપાસના ગામોને સાવચેત કરાયા છે. ભાવનગરથી સવાઈનગર અને દેવળીયા પાળીયાદ જતા ઘેલો નદીમાં પાણી આવી જતા પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. વહિવટી તંત્ર દ્વારા હાલ પુલ ઉપર બેરીકેટ મૂકી પુલ ઉપર અવર જવર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આજુબાજુ ગામને સાવચેત કરવામાં આવ્યા છે. શેત્રુંજી નદી ઉપર આવેલ ખોડિયાર ડેમ 100 % ટકા ભરાઇ જતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાથી ગારીયાધાર તાલુકાનાનાં સરમભડા, લુંવારા, ઠાંસા, ગુજરડા, સમઢીયાળા, રાણીગામ, સાતપડા સહિતના ગ્રામજનોને એલર્ટ કરાયા છે. આ ગામોના તમામ લોકોને નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નદીના પટ કે કાંઠા વાળા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ વાડીઓમાં કામ કરતા ખેત મજૂરો સહિતના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા આદેશ કર્યો છે.


  • Follow us on: