- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વેચાણની ઉત્તમ તક મળશે : મંગળભાઇ ગાવિત
- તેમની સાથે ભૂમપૂજનમાં જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર જોડાયા
- જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ફાળવવામાં આવી
ડાંગ જિલ્લાના વઘઇ પાસે આવેલા ગીરાધોધ તરફ જતા વઘઇ સાપુતારા હાઇવે ઉપર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન પ્રોસેસિંગ તેમજ વેચાણ કેન્દ્રનું ભૂમિપૂજન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિતે જણાવ્યંુ હતું કે આવનાર સમયમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને જિલ્લામાં પ્રોસેસિંગ અને વેચાણના કેન્દ્ર દ્વારા પોતાના ઉત્પાદનો વેચવાની ઉત્તમ તક મળી રહેશે. ગીરાધોધ, વઘઇ તેમજ સાપુતારાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે પણ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી સરળ બની રહેશે. વઘઇ ગીરાધોધ પાસે આવેલી આ જગ્યા હિલ મિલેટ રીસર્ચ સેન્ટર, વઘઇ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા, જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે ફાળવવામાં આવી છે. તેમની સાથે ભૂમપૂજનમાં જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર જોડાયા હતા.










