• ગુજરાત હાઇકોર્ટમાં જીતેલા ઉમેદવાર ભૂપત ભાયાણીની કોર્ટમાં અરજી
  • પેટા ચૂંટણીની તારીખ જાહેર નહી થતા હાઇકોર્ટમાં કરી અરજી
  • મોહિત માલવીયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારી હતી

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી,જેને લઈ ભાજપના નેતા ભૂપત ભાયાણીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકના ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો પર પેટા ચૂંટણી કરવી પડી રહી છે. પરંતુ વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. નોધનીય છે કે ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું બાદમાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા.

કાયદાકીય ગૂંચને લઈ વિવાદ

[[$googlead]]

વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ પણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટણી જીતી ગયા હતા.ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ધારાસભ્ય બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી.

[[$alsoread]]

પહેલા પણ હાઈકોર્ટમાં ગયા હતા

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. ચૂંટણી પરિણામો બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ભૂપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. તેમની જીતને અમાન્ય ઠેરવવામાં આવે તેવી માંગ કરતી રીટ દાખલ કરી હતી. જે આજે પણ રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે. જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરવામાં આવી તેવો તર્ક લગાવવામાં આવે છે.


  • Follow us on: