• ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ રજાની કરી જાહેરાત
  • ખેતી બેંક સમગ્ર રાજ્યની શાખાઓ પર દિવાળી મનાવશે
  • 17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર

રામ મંદિરની પ્રતિષ્ઠાને લઇ ખેતિબેંકનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં રામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે ખેતીબેંકે રજા જાહેર કરી છે. ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ રજાની જાહેરાત કરી છે. તેમાં ખેતી બેંક સમગ્ર રાજ્યની શાખાઓ પર દિવાળી મનાવશે.

17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરવામાં આવી

17 જિલ્લા કચેરી અને 176 બ્રાન્ચમાં રજા જાહેર કરવામાં આવી છે. કર્મચારીઓને રજા આપી ઉજવણી કરવા આહવાહ્યન કરવામાં આવ્યુ છે. જેમાં ખેતીબેંકની તમામ બ્રાન્ચના દીપોત્સવ મનાવાશે. રામ મંદિરની પ્રતિષ્ઠાને લઇ રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે. સદીની સૌથી મોટી ઘટનાને લઇ રજા જાહેર કરી છે તેમ ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું છે.

રામભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેકને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે ભારત અને વિદેશના રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો ત્યારે કોઈને ખાતરી નહોતી કે રામભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરનો પહેલો માળ પૂરો થઈ જશે. અયોધ્યામાં રામ મંદિર માટે દાન આપનારા ઘણા રામ ભક્તો છે. રામ મંદિરને અત્યાર સુધીમાં 5000 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રાસ્ક અનુસાર, મંદિરના સમર્પણ ફંડ ખાતામાં અત્યાર સુધીમાં 3200 કરોડ રૂપિયા આવ્યા છે.

લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ભંડોળ જમા કરાવ્યું

રામ મંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ ડિસેમ્બર સુધી ભગવાન રામના મંદિર માટે 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ભંડોળ જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી, જે વ્યાજના આધારે મંદિરનું હાલનું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે.


  • Follow us on: