• દિવાળીમાં લોકોને મળશે રાહત

  • એસટી વિભાગ વધારાની બસો દોડાવશે
  • સામાન્ય જનતાને થશે ફાયદો

દિવાળી ઉપર વતન પરત ફરવા અને ધાર્મિક તેમજ હરવા ફરવાના સ્થળ ઉપર જવા માટે મોટી સંખ્યામાં લોકો પરિવહન કરવાનાં છે ત્યારે ખાનગી વાહન ચાલકે ભાડામાં મોટો વધારો કરી નાખ્યો છે. જેને પગલે મુસાફરો ને લૂંટતા બચાવવા એસ ટી વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી દ્વારા ખાસ તહેવારોને ધ્યાને રાખીને વધારાની બસ સેવા શરૂ કરવામાં આવી છે.

દિવાળી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એસ ટી બસમાં ટ્રાફિક જોવા મળી રહ્યો છે.. રાજકોટ થી રાજ્યના અલગ અલગ મોટા શહેરો અને જિલ્લાઓમાં મુસાફરો ની વધતી સંખ્યાને ધ્યાને લઈને એસ ટી વિભાગે 150 જેટલા વધારાની ટ્રીપ શરૂ કરી છે. સુરત થી રાજકોટ માટે ખાનગી બસ દ્વારા 2400 રૂપિયા સુધીનું ભાડું વસૂલ કરવામાં આવે છે તો એસ ટી બસમાં એડવાન્સ બુકિંગ 1200 રૂપિયા માં થાય છે. તો અમદાવાદ જવા અને આવવા માટે વોલ્વો એસી નું ભાડું 520 રૂપિયા છે જે ખાનગીમાં 1100 સુધી પહોંચી ગયું છે. આમ ખાનગી બસ સેવાના ડબલ ભાડાં ને પગલે એસ ટી બસ પોર્ટ ઉપર ટ્રાફિક હાઉસફુલ જોવા મળી રહ્યો છે. જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ ટ્રાફિક ચિક્કાર થવાનો છે. હાલ તો મુસાફરો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે છેલ્લા દિવસોમાં એડવાન્સ ટીકીટ પણ ખૂટી પડે તેવું લાગી રહ્યું છે.

[[$googlead]]

[[$alsoread]]

એસટી વિભાગનો મોટો નિર્ણય

જો કે આ બધાની વચ્ચે રાજ્યના એસટી વિભાગ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં દિવાળીની સ્થિતિને અનુરૂપ વધારાની બસો દોડાવવાનો નિર્ણય થઈ શકે છે. વધારાની બસો ગોઠવવાના પગલે છેલ્લા સમયની ટિકિટ મેળવવા માટેની રશને ટાળી શકાય છે અને આસાનીથી વધુ ભાડાની ચૂકવણી કર્યા વગર લોકો એક સ્થાનથી બીજા સ્થાનની મુસાફરી કરી શકે તેમ છે.

મહત્વનું છે કે હાલના દિવસોમાં જેમ જેમ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ખાનગી બસ, ટૂર ઓપરેટરો અને અન્ય પ્રાઈવેટ વાહનોની સેવાઓ દ્વારા તેમના ભાડાની રકમમાં 100થી 200 ગણાનો ભાડાવધારો લાગુ કરવામાં આવ્યો છે. ઘણીવાર સરકારી બસોમાં સીટ ન મળતાં લોકોએ મન મારીને છેલ્લી ઘડીએ ઘણીવાર પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડતો હોય છે. પરંતુ તેમના વધેલા ભાડાથી મુસાફરો લૂંટાય છે. જેથી સામાન્ય જનતાને આવી રીતે લૂંટાતી અટકાવવા માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુપી જવા માટે મુસાફરોએ ખાનગી બસમાં 4 હજાર ચૂકવવા પડશે

યુપી જવા માટે મુસાફરોએ ખાનગી બસમાં 4 હજાર ચૂકવવા પડશે. તો એમપી જવા માટે 5 હજાર સુધી પણ ભાડા વસૂલી કરવામાં આવશે. ખાનગી બસ સંચાલકો એવો તર્ક આપી રહ્યા છે કે અહીંથી ફૂલ બસ ભરીને જવાનું હોય છે પરંતુ રિટર્નમાં બસ ખાલી આવે છે. જેમાં ટ્રાફિક મળતો નથી એટલે તોતિંગ ભાડા વસૂલી કરવામાં આવે છે. આ સ્થિતિ દર દિવાળીએ થતી હોય છે. જેથી એસટી નિગમ દ્વારા મુસાફરોને તકલીફ ના પડે તેના માટે વધારાની બસો દ્વારા સંચાલન કરવામાં આવે છે. એસટી નિગમ દ્વારા આ દિવાળી પર વધારાની 1700 થી 2000 બસ મુકવામાં આવશે.

આ વર્ષે એસટી નિગમ દ્વારા ગ્રુપ બુકીગ વ્યવસ્થા પણ રાખી

દિવાળી પર સૌથી વધારે ટ્રાફિક સુરત, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, ગોધરા, સૌરાષ્ટ્રના બસ સ્ટોપ પર વધારે રહે છે. જેથી મુસાફરોને અગવડતા ના પડે અને વધારાના ભાડા ના ચૂકવવા પડે તેના માટે આ વ્યવસ્થા ઉભી કરાશે. મહત્વનું છે કે આ વર્ષે એસટી નિગમ દ્વારા ગ્રુપ બુકીગ વ્યવસ્થા પણ રાખી છે. જેના દ્વારા એક સાથે 50 મુસાફરો એક જ સ્થળ માટે હશે તો તેના માટે સ્પેશિયલ બસ સંચાલન પણ કરવામાં આવશે. આમ દિવાળીની સીઝનમાં એક તરફ લોકો પોતાના પરિવાર પાસે જવા માટે ઉત્સુક હોય છે. બીજી તરફ લોકોને વતન પહોંચવામાં ભારે હાલાકી પડે છે. ત્યારે બસ નિગમ દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર દ્વારા ખાનગી બસ સંચાલકોને ભાડા નહિ વધારવા માટે સૂચન તો કરવામાં આવ્યું છે પરંતુ બેફામ ભાડા વસુલ પર બ્રેક વાગે એ જરૂરી છે.

  • Follow us on: