• 5 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશેઃ શક્તિસિંહ
  • પાંચેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતાઃ શક્તિસિંહ
  • ‘AAPની ખાલી થયેલી બેઠક પર ચૂંટણી જાહેર નથી થઇ’
રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 7 મેના રોજ રાજયમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે તે સાથે જ 5 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને તેમાં મતદાન થવાનું છે. જેમાં ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. આ માટે અગાઉ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો હતી જે હવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે નકારી દીધી છે.

આ અંગેની માહિતી આપતાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, પેટાચૂંટણી કોંગ્રેસ-AAP ગઠબંધન નહીં કરવામાં આવે. જેમાં 5 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. કેમકે પાંચેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય હતા અને જેથી ત્યાં કોંગ્રેસ એકલા ચૂંટણી લડશે.

જ્યારે અગાઉ લોકસભાની માફક આપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ગઠબંધન થવાની વાતો હતી. આ માટે બંને પક્ષ દ્વારા પાર્ટીના મોવડી મંડળને જાણ કરવા માટેની પણ તૈયારીઓ કરી હતી. પરંતુ હવે કોંગ્રેસ તરફથી આ પ્રકારના કોઈ પણ ગઠબંધન કરવામાં ન આવે તેવી માહિતી આપવામાં આવી છે.

નોંધનીય છેકે, વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય હતા જ્યારે વિજાપુર, ખંભાત, માણાવદર અને પોરબંદર એમ ચાર બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા જ્યાંથી પેટ ચૂંટણી માટે બંને આપ-કોંગ્રેસ વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જેના પર આખરે પૂર્ણ વિરામ લાગ્યો છે. 
  • Follow us on: